કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા તેમના નામ માં ‘બેંક’ શબ્દ વાપરવા અંગે ચેતવણી
તારીખ : નવેમ્બર 29, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા તેમના નામ માં ‘બેંક’ શબ્દ વાપરવા અંગે ચેતવણી ભારતીય રિઝર્વ બેંક (આર. બી. આઈ) ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમના નામ માં ‘બેંક’ શબ્દ નો ઉપયોગ કરે છે. આમ કરીને તેઓ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) (ધી બી.આર.એક્ટ,1949) ની કલમ 7 નું ઉલ્લંઘન કરે છે. આર. બી. આઈ ની જાણ માં એ પણ આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસેથી થાપણો સ્વીકારે છે. તેનો મતલબ એ કે તેઓ ધી બી.આર.એક્ટ,૧૯૪૯ ની જોગવાઈઓ નું ઉલ્લંઘન કરીને બેન્કિંગ નો ધંધો કરેછે. જાહેર જનતા ને આથી ચેતવવામાં આવે છે કે આવી કો-ઓપરેટીવ સોસાયટીઓ ને બી.આર.એક્ટ,1949 અંતર્ગત કોઈ લાયસન્સ આપવામાં આવેલ નથી કે તેઓ બેન્કિંગ બીઝનેસ કરવા માટે આર. બી. આઈ. દ્વારા અધિકૃત નથી. આવી સોસાયટીઓ માં મુકેલ થાપણો ને ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી કોઈ વીમા સુરક્ષા મળતી નથી. જાહેર જનતા ને સલાહ આપવામાં આવે છે કે આવી સોસાયટીઓ સાથે સાવધ રહી, યોગ્ય તપાસ કર્યા પછીજ વ્યવહાર કરવા. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/1467 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: