<font face="mangal" size="3px">બેંક દરમાં ફેરફાર</font> - આરબીઆઈ - Reserve Bank of India
બેંક દરમાં ફેરફાર
ભારિબેં/2015-16/194 29 સપ્ટેમ્બર 2015 અધ્યક્ષ / મુખ્ય કાર્યપાલક અધિકારી પ્રિય મહોદય / મહોદયા, બેંક દરમાં ફેરફાર ઉપરોક્ત વિષય ઉપર અમારા અગાઉના પરિપત્રો ક્ર. ડીબીઆર.સં.આરઈટી.બીસી.99/12.01.001/2014-15 તારીખ 02 જૂન 2015 તેમજ ડીસીબીઆર.બીપીઓ.(પીસીબી/આરસીબી).પરિપત્ર સં.37/16.11.00/2014-15 તારીખ 02 જૂન 2015 જૂઓ. 2. તારીખ 29 સ્પટેમ્બર 29, 2015ના ચોથા દ્વિમાસિક મુદ્રાકીય નીતિ નિવેદન, 2015-16 માં જાહેર કર્યા મુજબ બેંક દર 8.25 ટકાથી 7.75 ટકા એટલે કે 50 આધાર અંક (basis points) જેટલો સમાયોજિત થયેલ છે. 3. આવશ્યક અનામતોમાં ઊભી થતી ખાધ ઉપર લાગૂ પડતા બધા જ દંડનીય વ્યાજ દરો કે જે બેંક દર સાથે વિશિષ્ટ રીતે જોડાયેલા છે, તે વ્યાજ દરોમાં પણ અનુબંધ માં દર્શાવ્યા મુજબ ફેરફાર થયા છે. આપની વિશ્વાસુ, (લીલી વાડેરા) દંડનીય વ્યાજ દરો જે બેંક દર સાથે સંકળાયેલા છે.
|