<font face="mangal" size="3px">તત્કાળ સકળ ચૂકવણી (RTGS) ની સમય વિંડોમાં ફેરફાર</font> - આરબીઆઈ - Reserve Bank of India
તત્કાળ સકળ ચૂકવણી (RTGS) ની સમય વિંડોમાં ફેરફાર
ભારિબેં/2015-2016/168 01 સપ્ટેમ્બર 2015 આરટીજીએસમાં સહભાગીઓના મહોદયા / મહોદય, તત્કાળ સકળ ચૂકવણી (RTGS) ની સમય વિંડોમાં ફેરફાર “01 સપ્ટેમ્બરથી બીજા તેમજ ચોથા શનિવારોએ બેંક રજા; ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકોને કાર્ય-દિવસવાળા શનિવારોએ આપવામાં આવનાર સમર્થક સેવાઓ” વિષેના ભારતીય રિઝર્વ બેંકના તારીખ 28 ઓગષ્ટ 2015 ના પ્રેસ પ્રકાશન ક્રમ 2015-2016/528 નો સંદર્ભ આવકાર્ય છે. 2. તે મુજબ, તત્કાળ સકળ ચૂકવણી (RTGS) બીજા તેમજ ચોથા શનિવારના રોજ પરિચાલિત કરવામાં નહીં આવે પણ કાર્ય-દિવસવાળા શનિવારોના રોજ આખા દિવસ માટે પરિચાલિત રહેશે. જેનું પ્રસંસ્કરણ બીજા તેમજ ચોથા શનિવારના રોજ કરવાનું થાય છે તેવા મૂલ્ય તારીખ સાથેના ભાવિ મૂલ્ય દિનાંકિત વ્યવહારો તત્કાળ સકળ ચૂકવણી (RTGS) હેઠળ કરવામાં આવશે નહી. 3. 01 સપ્ટેમ્બર 2015 થી આરટીજએસ ટાઈમ વિંડો નીચે મુજબ રહેશે
4. આ પરિપત્ર ચૂકવણી અને સમાધાન અધિનિયમ, 2007ની કલમ 10(2) અંતર્ગત જારી કરવામાં આવેલ છે. 5. કૃપા કરીને સ્વીકૃતિ અંગેની પહોંચ પાઠવશો. ભવદીય, નિલિમા રામટેકે |