<font face="mangal" size="3">નકલી ચલણી નોટોનું પરિભ્રમણ / પ્રસાર-જાહેર સુચ - આરબીઆઈ - Reserve Bank of India
નકલી ચલણી નોટોનું પરિભ્રમણ / પ્રસાર-જાહેર સુચના
તારીખ: 26 ઓક્ટોબર 2016 નકલી ચલણી નોટોનું પરિભ્રમણ / પ્રસાર-જાહેર સુચના અમારા ધ્યાન પર આવ્યું છે કે અનૈતિક તત્વો, જાહેરજનતા ના કેટલાક સભ્યોના ભોળપણ તથા અસાવધ સ્વભાવ નો લાભ ઊઠાવી સામાન્ય વ્યવહારો દરમ્યાન ઉચ્ચતર મૂલ્ય વર્ગોની નકલી ભારતીય ચલણી નોટો ને પરિભ્રમણ (સર્ક્યુલેશન) માં મૂકી રહ્યા છે. આથી અમે જાહેરજનતાને ચેતવણી આપીએ છીએ કે સ્વીકારવામાં આવેલી નોટોની સાવચેતી પૂર્વક ચકાસણી કરે. સાચી ઉચ્ચતર મૂલ્ય વર્ગોની ભારતીય ચલણી નોટો મજબૂત નકલ પ્રતિરોધક સુરક્ષા લક્ષણો ધરાવે છે. બેન્કનોટોના સુરક્ષા લક્ષણો પરની વિસ્તૃત માહિતી અમારી વેબસાઈટ /en/web/rbi/rbi-kehta-hai/know-your-banknotes પર ઉપલબ્ધ છે અને જાહેરજનતા પોતે આ લક્ષણોથી પરિચિત થાય અને અન્યોને શિક્ષિત કરે. જાહેરજનતાના સદસ્યો ને રોજિંદા સામાન્ય વ્યવહારો દરમ્યાન નોટોને સ્વીકારતા પહેલાં તેને તપાસવાની આદત પાડવા અને ભારતીય બેન્કનોટો ની નકલ થતી અટકાવવા મદદ કરવાની વિનંતી કરવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક તમામ સહભાગીઓને યાદ કરાવવા ઈચ્છે છે કે નોટોની નકલ કરવી અથવા ધારણ કરવી, વિનિમય, સ્વીકાર, નકલી નોટો ને પરિભ્રમણમાં મૂકવી અથવા આવા કાર્યોમાં મદદગારી કરવી એ ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનાઓ છે અને આવા કાર્યો સખત શિક્ષા ને પાત્ર છે. રિઝર્વ બેંક ભારતીય નોટોની મોટી સંખ્યાના ઉપયોગ માટે વધારાની ઓળખ જરૂરિયાતો પર વિચારણા કરી રહી છે. રિઝર્વ બેંક જાહેરજનતાના સભ્યોને નકલી નોટોના પરિભ્રમણના જોખમ ને નિયંત્રણમાં લેવા માટે રિઝર્વ બેંક તથા જાહેર સત્તાવાળાઓને સહકાર આપવા અપીલ / વિનંતી કરે છે. આ નોટીસ ભારતીય રીઝર્વ બેંક દ્વારા વિશાળ જાહેર હિતમાં તથા ચેતવણી/ સૂચના આપવા માટે જારી કરવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1037 |