<font face="mangal" size="3">સિટી કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, હાસન, કર્ણાટક પર - આરબીઆઈ - Reserve Bank of India
સિટી કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, હાસન, કર્ણાટક પર લાદવામાં આવેલ દંડ
જાન્યુઆરી 28, 2019 સિટી કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, હાસન, કર્ણાટક પર લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક ની સાથે કલમ 46(4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં સિટી કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, હાસન, કર્ણાટક પર, નિર્દેશકો અથવા તેમના નિર્દિષ્ટ સંબંધિઓને લૉન પ્રદાન કરવા સંબંધિત ભારતીય રિઝર્વ બેંકના પ્રવર્તમાન માનદંડોનું ઉલ્લંઘન કરવા બદલ ₹ 50,000 (રૂપિયા પચાસ હજાર ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેની પ્રતિક્રિયારૂપે બેંકે વ્યક્તિગત સુનાવણી માટે વિનંતી કરી હતી. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકની રજૂઆતને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1764 |