સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ
તારીખ: 05 જાન્યુઆરી 2017 સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ કેટલાક ક્ષેત્રોમાં પ્રસ્તુત થયેલી એસબીએન પર વિવિધ અંદાજો મુકવામાં આવેલા હતા. અમે સ્પષ્ટતા કરવાનું પસંદ કરીશું કે એસબીએન ના અમારા દ્વારા જાહેર કરવામાં આવેલા સામાયિક આંકડાઓ સમગ્ર દેશ માં વિશાળ સંખ્યા માં આવેલી કરન્સી ચેસ્ટો એ કરેલી એકાઉન્ટીગ નોંધો ના એકત્રીકરણ પર આધારિત હતા. હવે જયારે આ યોજના 30 ડીસેમ્બર 2016 ના રોજ પૂરી થવા આવેલી છે ત્યારે એકાઉન્ટીન્ગ ભૂલો/ શક્ય બેવડી ગણતરી વગેરે દૂર કરવા માટે આ આંકડાઓ નું ભૌતિક રોકડ બેલેન્સ સાથે મિલાન/સમાધાન કરવું જરૂરી છે. આરબીઆઈ એ આ પ્રક્રિયા ક્યારનીય શરુ કરેલી છે અને આ પૂરી થાય ત્યાં સુધી કોઇપણ અંદાજ પરત ફરેલી એસબીએન ની વાસ્તવિક સંખ્યા દર્શાવશે નહી. આરબીઆઇ આ પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા માટે તમામ પગલાં લઇ રહી છે કે જેથી પ્રાપ્ત એસબીએન ના ચોક્કસ આંકડાઓ નજદીક ના ભવિષ્યમાં જાહેર કરી શકાય. જોસ જે. કત્તુર પ્રેસ પ્રકાશન: 2016-2017/1783 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: