<font face="mangal" size="3">Specified બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ નē - આરબીઆઈ - Reserve Bank of India
Specified બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન
RBI/2016-17/135 16 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, Specified બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No. 1226 / 10.27.00/ 2016-17 નો સંદર્ભ જુઓ. આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી, બેંકો ને નીચે પ્રમાણે જણાવવામાં આવે છે: i. રૂ. 50000 થી વધુ રોકડ પોતાના ખાતા માં ડીપોઝીટ કરનાર કોઇપણ વ્યક્તિએ પાન કાર્ડ ની નકલ રજુ કરવી પડશે, જો બેંક ખાતું PAN થી ક્રમાંકિત કરવામાં ન આવ્યું હોય તો. ii. ઉપર ની જોગવાઈઓ ઉપરાંત, તે જ આવકવેરા નિયમોમાં, બેંકો ને આગ્રહ કરવાની જરૂર લાગે તેવા અન્ય વ્યવહારો માટે પણ PAN રીપોર્ટીંગ ની જરૂરિયાતો છે. 2. બેંકો ને, તેથી, ઉપરોક્ત બાબતો ની નોંધ લેવાનું અને આવકવેરા નિયમો 1962 ની 114 B નો જોગવાઈઓ નું કડક અનુપાલન સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવે છે. આવકવેરા નિયમો 1962 ની સંબધિત જોગવાઈ 114 B સંલગ્ન છે. આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) |