<font face="mangal" size="3">મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિત - આરબીઆઈ - Reserve Bank of India
મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન
તારીખ: 14 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન એક નવા ઉચ્ચ મૂલ્યવર્ગ (રૂપિયા 2000) સહીત મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટો નવી ડીઝાઇનમાં શરૂ કરવાના કારણે તમામ ATM / કેશ હેન્ડલિંગ મશીનો ને નવી ડીઝાઇન ની નોટોનું વિતરણ કરવા માટે રીકેલીબ્રેટ કરવાનું જરૂરી બન્યું છે. 2. ATMs જાહેર જનતાની ચલણી નોટોની જરૂરીયાતોને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રોકડ ના વિતરણ માટે એક મુખ્ય કડી રૂપ બન્યા છે. ATMs નું પુન:કાર્યાન્વયન બેન્કોના ગ્રાહકો માટે અનુકુળ સમયે અને સ્થળે ઉચ્ચ અને નિમ્ન મૂલ્યવર્ગોના વિવેકપૂર્ણ મિશ્રણ માં નોટોના વિતરણ તથા ઉપલબ્ધતા ને વધારે છે. 3. ATMs નું રીકેલીબ્રેશન વિવિધ એજન્સીઓને સંડોવે છે – બેંકો, ATM ના ઉત્પાદકો, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI), સ્વીચ ઓપરેટર્સ વગેરે અને વિવિધ પ્રવૃત્તિઓ તેને જટિલ કામગીરી બનાવે છે જે આ એજન્સીઓ વચ્ચે પુષ્કળ સંકલન માંગે છે. 4. આ અંગે દિશા સૂચન અને માર્ગદર્શન પૂરૂ પાડવાના હેતુથી શ્રી એસ. એસ. મુન્દ્રા, ઉપ ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના અધ્યક્ષપદે એક કાર્યદળ (Task Force) ની રચના કરવાનું નક્કી આવ્યું છે. કાર્યદળમાં નીચેનાનો સમાવેશ થશે:
5. ATM ઓફીસ ઇક્વિપમેન્ટ મેન્યુફેકચર્સ (OEMs), મેનેજ્ડ સર્વિસ પ્રોવાઈડર્સ, કેશ ઇન ટ્રાન્ઝીટ (માર્ગસ્થ રોકડ) કંપનીઓ અને વ્હાઈટ લેબલ ATM (WLA) ઓપરેટર્સ – દરેકના એક પ્રતિનિધિ ને કાર્યદળની ચર્ચાઓ દરમ્યાન આમંત્રિત કરવામાં આવશે. જરૂરિયાત પ્રમાણે કાર્યદળ અન્યોને પણ આમંત્રિત કરી શકે છે. 6. કાર્યદળની સંદર્ભ શરતો (Terms of Reference) નીચે પ્રમાણે હશે:
અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1197 |