<font face="mangal" size="3">ખેતી માટે ક્રેડીટ ફ્લો –કોલેટરલ વગર ખેતી માટ - આરબીઆઈ - Reserve Bank of India
ખેતી માટે ક્રેડીટ ફ્લો –કોલેટરલ વગર ખેતી માટે લોન
RBI/2018-19/118 7 ફેબ્રુઆરી, 2019 ચેરમેન / મેનેજીંગ ડારેક્ટર / પ્રિય મહોદય/મહોદયા ખેતી માટે ક્રેડીટ ફ્લો –કોલેટરલ વગર ખેતી માટે લોન કૃપયા 2018-19 માટે 7 ફેબ્રુઆરી, 2019 ના રોજ બહાર પડેલા ‘ ધી સ્ટેટમેન્ટ ઓન ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી પોલીસીસ ઓફ ધી સિક્ષ્થ બાઈ-મન્થલી મોનીટરી પોલીસી ‘ ના ફકરા નમ્બર 13 નું અવલોકન કરો. 2. આના અનુસન્ધાને, કૃપયા ઉપરોક્ત વિષય માં 18 જુન, 2010 ના પરિપત્ર RPCD.PLFS.BC.No.85/05.04.02/2019-10 નું અવલોકન કરો. 3. 2010 થી દર વરસ દરમ્યાન વધતા એકંદર ફુગાવા અને ખેતીવાડી ની ઈનપુટ કિમતો માં થતા વધારા ને ધ્યાન માં રાખીને કોલેટરલ વગર ની લોન ની હાલ ની મર્યાદા ₹ 1 લાખ થી વધારી ને ₹ 1.6 લાખ ની કરવાનો નિર્ણય લેવા માં આવ્યો છે. તદનુસાર, બેંકો ₹ 1.6 લાખ સુધી ની ખેતી માટે ની લોન માટે મા રજીન ની જરૂરિયાત માફ કરી શકશે 4. આ સુધારા નો પુરતો પ્રચાર કરવા અને તમારી કંટ્રોલિંગ ઓફીસ / શાખાઓ ને આનો ત્વરિત અમલ કરવા સુચના આપવા માટે આપને વિનંતી કરવામાં આવે છે. ૫. કૃપયા આ મળ્યા ની પહોચ મોકલશો. આપનો વિશ્વાસુ, (સોનલ સે ગુપ્તા) |