જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI
તારીખ: 14 નવેમ્બર 2016 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરેલી છે કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) તેમના વર્તમાન ગ્રાહકોને 24 નવેમ્બર 2016 સુધી તેમના ખાતાઓ માં થી પ્રત્યેક અઠવાડિયે રૂ. 24000 સુધી નાણા નો ઉપાડ કરવા દેશે. જો કે, સૂચિત બેંક નોટો (રૂ. 500 અને રૂ. 1000) નો વિનિમય કરવાની (બદલવાની) અથવા આવી નોટો ને જમા (ડીપોઝીટ) કરવાની સવલત આપી શકશે નહીં. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે તમામ બેંકો ને જરૂરિયાત ના આધારે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો ને તેમના ખાતાઓ માંથી રોકડ ઉપાડવાની અનુમતી આપવા જણાવ્યુ છે. પ્રત્યેક અઠવાડિયે રૂ. 24000 ની રોકડ ઉપાડ ની મર્યાદા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા કોઇપણ બેંક સાથે ના તેમના ખાતા માંથી રોકડના ઉપાડ ને લાગુ પડતી નથી. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1198 |