<font face="mangal" size="3">દીનદયાળ અંત્યોદય યોજના—નેશનલ રૂરલ લાઇવલીહુ - આરબીઆઈ - Reserve Bank of India
દીનદયાળ અંત્યોદય યોજના—નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (DAY-NRLM)----આજીવિકા—વ્યાજ સહાય યોજના (ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ)
RBI/2017-18/80 18 ઓક્ટોબર 2017 ચેરમન / મેનેજીંગ ડાયરેક્ટર પ્રિય મહોદય / મહોદયા, દીનદયાળ અંત્યોદય યોજના—નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (DAY-NRLM)----આજીવિકા—વ્યાજ સહાય યોજના (ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ) દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત વ્યાજ સહાય યોજના –નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (DAY-NRLM) પર ના અમારા તારીખ 25 ઓગસ્ટ 2016 ના પરિપત્ર સંખ્યા FIDD.GSSD.CO.BC.NO.13/09.01.03/2016-17 નો સંદર્ભ જુઓ. 2. ભારત સરકાર ના ગ્રામિણ વિકાસ વિભાગ માંથી પ્રાપ્ત થયેલ DAY-NRLM અંતર્ગત વ્યાજ સહાય યોજના પરની વર્ષ 2017-18 માટેની પુનરાવર્તિત માર્ગદર્શિકાઓ 21 જાહેર ક્ષેત્રની બેંકો અને 19 ખાનગી ક્ષેત્રની બેંકો (સંલગ્ન યાદી પ્રમાણે) દ્વારા અમલીકરણ માટે આ સાથે જોડેલી છે. પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને સહકારી બેંકો માટેનો પરિપત્ર નાબાર્ડ દ્વારા જારી કરવામાં આવશે. આપનો વિશ્વાસુ (અજય કુમાર મિશ્રા) મહિલા એસએચજી (સ્વ સહાયતા સમૂહો) માટેની વ્યાજ સહાય યોજના વર્ષ 2017-18 1. અનુબંધ I પ્રમાણે 250 જિલ્લાઓમાં મહિલા સ્વ સહાયતા સમૂહને 2017-18 ના વર્ષ દરમ્યાન કરવામાં આવેલ ધિરાણ પર વ્યાજ સહાય યોજના (i) તમામ મહિલા સ્વ સહાયતા સમૂહો (એસએચજી) રૂપિયા ત્રણ લાખ સુધીના ધિરાણ પર વાર્ષિક 7% ના દરે વ્યાજ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. SGSY હેઠળ તેમના વર્તમાન વણ ચૂકવાયેલ ઋણ/ધિરાણ પર મૂડી સહાય (કેપિટલ સબસીડી) મેળવતા એસએચજી આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે પાત્ર ગણાશે નહી. (ii) બેંકો ગ્રામ્ય વિસ્તારોમાં તમામ મહિલા સ્વ સહાયતા સમૂહો ને 7% ના દરે ધિરાણ કરશે. (iii) બેન્કોને વર્ષ 2017-18 માટે વેઈટેડ એવરેજ ઇન્ટરેસ્ટ ચાર્જ્ડ (WAIC નાણા મંત્રાલય, નાણાકીય સેવાઓ ના વિભાગ દ્વારા વર્ષ 2017-18 માટે સૂચવ્યા પ્રમાણે-અનુબંધ II) અને 7% વચ્ચે ના તફાવત સુધી પરંતુ મહત્તમ 5.5% ની મર્યાદામાં સહાય કરવામાં આવશે. બેન્કોને આ સહાય એ શરતે આપવામાં આવશે કે તેઓ એસએચજી ને ઋણ/ધિરાણ વાર્ષિક 7% ના દરે ઉપલબ્ધ કરાવશે. (iv) ઉપરાંત, એસએચજી ને લોનોની ઝડપી પુન;ચુકવણી પર વધારાની 3% ની સહાય પૂરી પાડવામાં આવશે. ઝડપી પુન: ચુકવણી પર વધારાના 3% ની વ્યાજ સહાય માટે, એસએચજી ખાતું જો તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા સૂચિત નીચેના માપદંડો નું પાલન કરશે તો તેને ત્વરિત ચુકવણી કરનાર ગણવામાં આવશે: a. કેશ ક્રેડીટ ઋણ માટે: i. નહી વસુલાયેલ બાકી ઋણ મર્યાદા / ઉપાડ મર્યાદા કરતા સતત ત્રીસ થી વધુ દિવસો માટે વધારે ન હોવી જોઈએ. ii. ખાતાઓમાં નિયમિત જમા અને ઉધાર ના વ્યવહારો હોવા જોઈએ. કોઇપણ કેસમાં એક માસ દરમ્યાન ઓછામાં ઓછો એક ગ્રાહક પ્રેરિત જમા વ્યવહાર થવો જોઈએ. iii. ગ્રાહક પ્રેરિત જમા રકમ માસ દરમ્યાન ઉધારેલ વ્યાજ ને આવરી લેવા માટે પર્યાપ્ત હોવી જોઈએ. b. ટર્મ લોન માટે: ટર્મ લોન ખાતું કે જેમાં તમામ વ્યાજ ચુકવણી અને/અથવા મુદ્દલ ના હપ્તાઓની ચુકવણી ટર્મ લોન ની મુદત દરમ્યાન દેય તારીખ થી 30 દિવસની અંદર કરવામાં આવતી હોય તેને ત્વરિત ચુકવણી ધરાવતું ખાતું ગણવામાં આવશે. (v) ભવિષ્યમાં આ વિષય પર ઝડપી ચુકવણી ની માર્ગદર્શિકાઓ આરબીઆઈની માર્ગદર્શિકાઓ દ્વારા અનુસરવાનું ચાલુ રાખશે. રીપોર્ટીંગ ત્રિમાહી ના અંતે તમામ ત્વરિત ચૂકવાયેલ સ્વ સહાયતા સમૂહ ખાતાઓ વધારા ની 3% વ્યાજ સહાય માટે પાત્ર ગણાશે. બેન્કોએ પાત્ર એસએચજી લોન ખાતાઓમાં 3% વધારાની વ્યાજ સહાય જમા કરવી જોઈએ અને ત્યારબાદ ભરપાઈ (Reimbursement) માટે દાવો કરવો જોઈએ. vi. આ યોજના માત્ર ગ્રામિણ વિસ્તારોમાં મહિલા સ્વ સહાયતા સમૂહો પુરતીજ માર્યાદિત છે. vii. આ યોજના માટેનું નાણા ભંડોળ DAY- NRLM હેઠળ ની કેન્દ્રીય ફાળવણી માંથી મેળવવામાં આવશે. viii. વ્યાજ સહાય યોજનાનું અમલીકરણ ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા ચયનિત નોડલ બેંક દ્વારા કરવામાં આવશે. ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા સૂચવ્યા મુજબ નોડલ બેંક એક વેબ આધારિત પ્લેટફોર્મ મારફતે આ યોજના નો અમલ કરશે. 2017-18 ના વર્ષ માટે, કેનરા બેંક ને ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા નોડલ બેંક તરીકે નામાંકિત કરવામાં આવેલી છે. ix. આ યોજના અન્વયે વ્યાજ સહાય માટે પાત્ર થવા માટે, બેન્કો કોર બેન્કીંગ સોલ્યુશન (સીબીએસ) હેઠળ કાર્ય કરતી હોવી જોઇશે. x. એસએચજીઓ ને 7% ના દરે આપેલ ઋણ/ધિરાણ પર વ્યાજ સહાય પ્રાપ્ત કરવા માટે, બેન્કોએ આવશ્યક ટેકનીકલ સ્પષ્ટીકરણ મુજબ નોડલ બેંક ના પોર્ટલ પર એસએચજી લોન ખાતાઓની માહિતી અપલોડ કરવાની રહેશે. એસએચજી દ્વારા ત્વરિત ચુકવણી માટે 3% ની વધારાની વ્યાજ સહાય માટેનો દાવો તે જ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. બંને દાવાઓ (WAIC અથવા ધિરાણ દર અને 7% વચ્ચેનો તફાવત) અને વધારાના દાવાઓ (ત્વરિત ચુકવણી પર 3%) ત્રિમાસિક ધોરણે 30 જૂન 2017, 30 સપ્ટેમ્બર 2017, 31 ડીસેમ્બર 2017 અને 31 માર્ચ 2018 પછીના મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં પ્રસ્તુત કરવાના રહેશે. xi. બેંકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ દાવાઓ સાથે દાવા પ્રમાણપત્ર જોડેલું હોવું જોઈએ કે જેમાં પ્રમાણિત કરેલું હોય કે સહાય માટેના દાવાઓ સાચા અને વ્યાજબી છે (અનુબંધ –III & IV). કોઇપણ બેંક ના 31 માર્ચ 2018 ના રોજ પુરા થતા ત્રિમાસ ના દાવાઓ ની પતાવટ ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા સંબંધિત બેંક માંથી સમગ્ર નાણાકીય વર્ષ 2017-18 માટેનું સ્ટેચ્યુટરી ઓડીટર નું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય ત્યારે કરવામાં આવશે. xii. વર્ષ 2017-18 દરમ્યાન કરેલ વિતરણ માટેના બાકીના દાવાઓ અને વર્ષ દરમ્યાન જેનો સમાવેશ ન થયો હોય તેવા દાવાઓ ને અલગથી સંકલિત કરવા અને તેને “વધારાના દાવાઓ” તરીકે ચિન્હિત કરવા અને નોડલ બેંક ને મોડામાં મોડા 30 જૂન 2018 સુધીમાં તેની સત્યતાને પ્રમાણિત કરતા સ્ટેચ્યુટરી ઓડીટર ના પ્રમાણપત્ર સાથે પ્રસ્તુત કરવા જોઈએ. 30 જૂન 2018 બાદ નાણાકીય વર્ષ 2017-18 માટે વ્યાજ સહાય ને લગતા કોઇપણ બેંક ના દાવાઓ સ્વીકારવામાં આવશે નહી. xiii. બેંકો દ્વારા દાવાઓમાં કોઇપણ પ્રકારના સુધારાઓ નું સમાયોજન ઓડીટર ના પ્રમાણપત્રના આધારે પછીના દાવાઓમાંથી કરવામાં આવશે અને તદ અનુસાર આવા સુધારાઓ નોડલ બેન્કના પોર્ટલ પર કરવા જોઈએ. II. શ્રેણી-II જિલ્લાઓ (250 જિલ્લાઓ સિવાયના) માટે વ્યાજ સહાય યોજના ઉપરોક્ત 250 જિલ્લાઓ સિવાયના અન્ય જિલ્લાઓ ને સમાવતા શ્રેણી-II ના જિલ્લાઓ માટે, DAY-NRLM હેઠળ ના તમામ મહિલા સ્વ સહાયતા સમૂહો લોન ધિરાણ ની સવલત 7% ના વ્યાજ દરે મેળવવા માટે વ્યાજ સહાય માટે પાત્ર ગણાશે. આ સહાય માટેનું ભંડોળ DAY-NRLM માટેની ફાળવણી માંથી સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશન (SRLM) ને આપવામાં આવશે. શ્રેણી-II જિલ્લાઓમાં, બેંકો એસએચજી પાસેથી તેમના સંબંધિત ધિરાણ નિયમો મુજબ વ્યાજ વસુલશે અને નાણાકીય વર્ષ 2017-18 માટે ધિરાણ દરો અને 7% વચ્ચેનો તફાવત મહત્તમ 5.5% સુધી SRLM હેઠળ એસએચજી ના લોન ખાતાઓમાં સહાય આપવામાં આવશે. ઉપરના અનુસંધાનમાં, વર્ષ 2017-18 માટે, શ્રેણી-II જિલ્લાઓ માટે વ્યાજ સહાય ના સંબંધમાં મુખ્ય લાક્ષણીકતાઓ અને ઓપરેશનલ માર્ગદર્શિકાઓ નીચે પ્રમાણે છે: (A) બેન્કોની ભૂમિકા તમામ બેંકો કે જેઓ કોર બેન્કીંગ સોલ્યુશન (CBS) પર કાર્યરત હોય તેઓએ તમામ જિલ્લાઓ ના એસએચજી ને કરેલ ઋણ વિતરણ અને ઋણ બાકીઓ ની વિગતો, CBS પ્લેટફોર્મ પરથી સીધીજ, ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા સૂચિત ફોરમેટ માં ગ્રામિણ વિકાસ મંત્રાલય (FTP અથવા ઇન્ટરફેસ મારફતે) અને SRLMs ને પ્રસ્તુત કરવાની રહેશે. વ્યાજ સહાય ની રકમ ની ગણતરી અને એસએચજી ને વિતરણ માટે આવી માહિતી માસિક ધોરણે પૂરી પાડવાની રહેશે. (B) રાજ્ય સરકારોની ભૂમિકા (i). ગ્રામિણ વિસ્તારોના તમામ મહિલા સ્વ સહાયતા સમૂહો ને DAY-NRLM હેઠળ એસએચજી ગણવામાં આવશે અને તેઓ ત્વરિત પુન:ચુકવણી પર વાર્ષિક 7% ના દરે રૂપિયા ત્રણ લાખ સુધીના ઋણ માટે વ્યાજ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. (ii). સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશન દ્વારા આ યોજના નો અમલ કરવામાં આવશે. સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશન વ્યાજ સહાય પૂરી પાડશે અને આ સહાય માટેનું ભંડોળ ભારત સરકારના ધારાધોરણ મુજબ કેન્દ્રીય ફાળવણી અને રાજ્યના ફાળામાંથી પૂરું પાડવામાં આવશે. (iii). એસએચજીઓને નાણાકીય વર્ષ 2017-18 માટે બેન્કોના ધિરાણ દર અને 7% વચ્ચેના તફાવત જેટલી રકમ, મહત્તમ 5.5% સુધી, SRLMs દ્વારા સીધીજ માસિક / ત્રિમાસિક ધોરણે સહાય તરીકે આપવામાં આવશે. એસએચજીઓ કે જેમણે ત્વરિત ચુકવણી કરેલી છે તેમના લોન ખાતાઓમાં SRLM દ્વારા સહાયની રકમ ઈ-ટ્રાન્સફર કરવામાં આવશે. જો લોન ખાતું બંધ થઇ ગયું હોય અથવા કોઈ કારણસર લોન ખાતામાં ઈ-ટ્રાન્સફર થઇ શકી ન હોય તો સહાયની રકમ સંબંધિત એસએચજીના અનુરૂપ બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. (iv). વ્યાજ સહાયના હેતુ માટે, કોઇપણ ખાતું જો તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા સૂચિત નીચેના માપદંડો નું પાલન કરશે તો તેને ત્વરિત ચુકવણી કરનાર ગણવામાં આવશે: a. કેશ ક્રેડીટ ઋણ માટે: i. નહી વસુલાયેલ બાકી ઋણ મર્યાદા / ઉપાડ મર્યાદા કરતા સતત ત્રીસ થી વધુ દિવસો માટે વધારે ન હોવી જોઈએ. ii. ખાતાઓમાં નિયમિત જમા અને ઉધાર ના વ્યવહારો હોવા જોઈએ. કોઇપણ કેસમાં એક માસ દરમ્યાન ઓછામાં ઓછો એક ગ્રાહક પ્રેરિત જમા વ્યવહાર થવો જોઈએ. iii. ગ્રાહક પ્રેરિત જમા રકમ માસ દરમ્યાન ઉધારેલ વ્યાજ ને આવરી લેવા માટે પર્યાપ્ત હોવી જોઈએ. b. ટર્મ લોન માટે: ટર્મ લોન ખાતું કે જેમાં તમામ વ્યાજ ની ચુકવણી અને/અથવા મુદ્દલ ના હપ્તાઓની ચુકવણી ટર્મ લોન ની મુદત દરમ્યાન દેય તારીખ થી 30 દિવસની અંદર કરવામાં આવતી હોય તેને ત્વરિત ચુકવણી ધરાવતું ખાતું ગણવામાં આવશે. ભવિષ્યમાં આ વિષય પર ઝડપી ચુકવણી ની માર્ગદર્શિકાઓ આરબીઆઈની માર્ગદર્શિકાઓ દ્વારા અનુસરવાનું ચાલુ રાખશે. (v). SGSY હેઠળ તેમના વર્તમાન ઋણ/ધિરાણ પર મૂડી સહાય (કેપિટલ સબસીડી) મેળવતા મહિલા એસએચજી આ યોજના અંતર્ગત તેમની ચાલુ લોન માટે વ્યાજ સહાય નો લાભ મેળવવા માટે પાત્ર ગણાશે નહી. (vi). SRLMs પાત્ર એસએચજી ના લોન ખાતાઓમાં ટ્રાન્સફર કરેલ સહાય ની રકમ દર્શાવતું ત્રિમાસિક યુટિલાઈઝેશન પ્રમાણપત્ર પ્રસ્તુત કરવાનું રહેશે. III. ગ્રામિણ વિકાસ મંત્રાલય રાજ્ય સરકારો ના પરામર્શમાં રાજ્ય વિશેષ વ્યાજ સહાય યોજનાઓ (જો હોય તો) ને કેન્દ્રીય યોજના ની લાઈન પર સંવાદીત કરશે. |