RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78483152

નકલી નોટોની ઓળખાણ

ભારિબેં/2015-2016/162
ડીસીએમ(એએફએનવીડી) ક્ર.776/16.01.05/2015-16

27 ઓગષ્ટ 2015

અધ્યક્ષ / પ્રબંધ નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારી
સર્વેબેંકો

મહોદયા / મહોદય,

નકલી નોટોની ઓળખાણ

કૃપા કરીને ‘નકલી નોટોની ઓળખાણ અને હેવાલ પ્રક્રિયા’ પર 27 જૂન 2013ના અમારા પરિપત્ર ડીસીએમ (એફએનવીડી) ક્ર.5840/16.01/05/2012-13 નો સંદર્ભ લો. ભારત સરકારની સાથે વિચાર વિમર્શ કર્યા બાદ નકલી નોટોની ઓળખાણની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી છે તથા એમ જોવામાં આવ્યું છે કે બેંકો માટે દફતરની જાળવણી આસાન બનાવવા તેમજ નકલી નોટોના હેવાલ પ્રક્રિયામાં સુધારો લાવવા માટે પ્રવર્તમાન અનુદેશોમાં થોડા ફેરફાર કરવા આવશ્યક છે. તેથી પ્રવર્તમાન અનુદેશોમાં નીચે પ્રમાણે ફેરફારો સૂચિત કરવામાં આવે છે:

2. ઓળખાણ કરવી

i) કાઉન્ટર પર પ્રાપ્ત થતી નોટો

કાઉન્ટર પર પ્રસ્તુત કરવામાં આવતી બેંકનોટોની વિશ્વસનીયતાનું પરીક્ષણ મશીનો દ્વારા કરવું જોઈએ અને આવી રીતે નકલી નોટોના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવેલી નોટો ઉપર “નકલી બેંકનોટ” નો સ્ટેમ્પ લગાવી, અનુબંધ I માં દર્શાવ્યા મુજબ જપ્ત કરવામાં આવે. આ પ્રકારથી જપ્ત કરેલી દરેક નોટનું વર્ણન એક અલગ રજીસ્ટરમાં પ્રમાણીકરણ હેઠળ નોંધવામાં આવે.

ii) બેક ઓફિસ / મુદ્રા તિજોરીમાં જથ્થાબંધ પ્રાપ્તિ (bulk receipts) ના માધ્યમથી પ્રાપ્ત નોટ

જ્યાં જથ્થાબંધ પ્રાપ્તિના માધ્યમથી બેક ઓફિસ / મુદ્રા તિજોરીમાં સીધી જ નોટ પ્રાપ્ત થાય છે ત્યાં 2 (i) માં દર્શાવેલી પ્રક્રિયાને અનુસરવાની રહેશે.

3. જ્યારે બેંકની શાખાના કાઉન્ટર પર કે કોષાગારમાં પ્રસ્તુત કરવામાં આવેલી બેંકનોટ નકલી માલૂમ પડે, ત્યારે ઉપર પેરા 2 માં જણાવ્યા અનુસાર સ્ટેમ્પ લગાવ્યા બાદ, નોટ પ્રસ્તુત કરનાર (tenderer)ને નિર્ધારિત ફોર્મેટ (અનુબંધ II) માં પ્રાપ્તિ સૂચના રસીદ જારી કરવી જોઈએ. ચાલુ ક્રમાંકમાં જારી કરવામાં આવેલી ઉક્ત રસીદ ખજાનચી તેમજ નોટ પ્રસ્તુત કરનાર દ્વારા પ્રમાણિત કરેલી હોવી જોઈએ. આ પ્રકારની સૂચના જાહેર જનતાની જાણકારી માટે કાર્યાલયો / શાખાઓમાં વિશેષ રૂપે પ્રદર્શીત કરવામાં આવવી જોઈએ. જ્યાં નોટ પ્રસ્તુત કરનાર સંબંધિત રસીદ ઉપર પ્રતિહસ્તાક્ષર કરવા માટે ઇચ્છુક ન હોય, તેવા કિસ્સાઓમાં પણ પ્રાપ્તિ સૂચના રસીદ જારી કરવી જોઈએ.

4. કાઉન્ટર પર પ્રાપ્ત બેંકનોટ અથવા બેક ઑફિસ /મુદ્રા તિજોરીમાં જો કોઈ નકલી નોટ પ્રાપ્ત થાય તો તે માટે ગ્રાહકના ખાતામાં કોઈ ક્રેડીટ આપવી નહીં.

5. બેંકો દ્વારા નકલી નોટોની ઓળખાણની પ્રક્રિયામાં થયેલા સુધારાને જોતાં, પ્રવર્તમાન વળતર અને નકલી નોટોની ઓળખાણ ન કરવા બદલ થતા દંડના સંદર્ભમાં નીચેના ફેરફારોની નોંધ લેવામાં આવે.

5.i. વળતર

ઓળખવામાં આવેલી તેમજ હેવાલ કરવામાં આવેલી નકલી નોટોના અનુમાનિત મૂલ્યના 25% સુધી બેંકોને વળતર આપવા અંગેના તેમજ બેંકોના નકલી નોટ સતર્કતા કક્ષ દ્વારા વળતર માટેના દાવો કરવાની પ્રણાલીના સંબંધમાં જારી કરવામાં આવેલા અનુદેશોને રદ કરવામાં આવ્યા છે.

5. ii) દંડ

નીચે જણાવેલ પરિસ્થિતિઓમાં નકલી નોટોના અનુમાનિત મૂલ્યની માત્રા સુધી હાનિની વસુલાત કરવા ઉપરાંત નકલી નોટોના અનુમાનિત મૂલ્યનો 100% જેટલો દંડ લગાવવામાં આવશે.

ક) જ્યારે બેંકના ખરાબ નોટોના રેમીટન્સમાં નકલી નોટો મળી આવશે.

ખ) જ્યારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિરીક્ષણ / લેખા પરીક્ષણ દરમ્યાન બેંકની મુદ્રા તિજોરીની બાકીમાં નકલી નોટ મળી આવશે.

6. કાઉન્ટર પર જારી કરતા કે એટીએમમાં ટોપ-અપ કરતાં પહેલા નોટોની તપાસ, પોલિસ તેમજ અન્ય પ્રાધિકારીઓને રિપોર્ટિંગ, નોટોની ઓળખાણને સંબંધિત આધારભૂત સુવિધાઓ તથા પ્રાધિકારીઓનો સંપર્ક કરવા સંબંધિત બીજા સર્વે નિર્દેશ અપરિવર્તિત રહેશે.

7. આ અનુદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ભવદીયા

(ઉમા શંકર)
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક

અનુલગ્નક: ઉપર પ્રમાણે


સંલગ્નક - 1

જપ્તિ માટેના સ્ટેમ્પની ફોર્મેટ

5 સેં.મી x 5 સેં.મી. ના એકસમાન આકારના સ્ટેમ્પનો નીચે પ્રમાણેના ઉત્કીર્ણલેખ સાથે ઉપયોગ કરવો.

જપ્ત નકલી બેંકનોટ

જપ્ત નકલી બેંકનોટ
બેંક/કોષાગાર/ઉપકોષાગાર
શાખા
હસ્તાક્ષર
તારીખ


સંલગ્નક 2

નકલી નોટો પ્રસ્તુત કરનારને જારી કરવાની પ્રાપ્તિ રસીદની ફોર્મેટ

બેંકનું નામ/કોષાગાર/ઉપ કોષાગાર:
સરનામું:

રસીદનો ક્રમાંક:
તારીખ:

.............................................................................. (પ્રસ્તુતકર્તાનું નામ તેમજ સરનામું) ના તરફથી પ્રાપ્ત નીચે પ્રમાણેની નોટો નકલી છે માટે જપ્ત કરવામાં આવેલ છે અને તે મુજબનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો છે.

જેને નકલી સમજવામાં આવી છે તેવી નોટોનો ક્રમાંક મૂલ્યવર્ગ કયા માનદંડના આધારે નોટને નકલી સમજવામાં આવી છે.
     

નકલી નોટોની કુલ સંખ્યા:

(પ્રસ્તુતકર્તાના હસ્તાક્ષર)

(કાઉન્ટર સ્ટાફના હસ્તાક્ષર)

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?