<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની ધારા 35(A) અને ધારા 56 &# - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની ધારા 35(A) અને ધારા 56 મુજબ મુદત લંબાવવા બાબત હુકમ - ગોમતી નગરીય સહકારી બેન્ક લિ., જૌનપુર (ઉત્તર પ્રદેશ)
નવેમ્બર ૦૫, ૨૦૧૮ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની ધારા 35(A) અને ધારા 56 મુજબ મુદત લંબાવવા બાબત હુકમ - ગોમતી નગરીય ભારતીય રિઝર્વે બેંકે (RBI), ગોમતી નગરીય સહકારી બેન્ક લિ., જૌનપુર (ઉત્તર પ્રદેશ) ના લંબાવેલ સમય ગાળાના આદેશ ની મુદત, છ મહિના વધારીને ૧૧ નવેમ્બર ૨૦૧૮ થી ૧૦ મે ૨૦૧૯ સુધી કરવામાં આવી છે અને તેની સમીક્ષા થઈ શકશે. ઉપરોક્ત બેંક, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ ની ધારા 35A અંતર્ગત ૦૩ જુલાઈ ૨૦૧૭ નાં નિર્દેશ મુજબ, ૧૦ જુલાઈ ૨૦૧૭ થી નિર્દેશાધીન છે. ઉપરોક્ત આદેશને ભારતીય રિઝર્વ બેંકે, ૩૦ ઓક્ટોમ્બર ૨૦૧૮ ના આદેશથી મુદત લંબાવી હતી. આદેશની માન્યતા, જે છેલ્લે ૧૦ નવેમ્બર ૨૦૧૮ સુધી લંબાવવાંમાં આવી હતી તે ૧૧ નવેમ્બર ૨૦૧૮ થી બીજા છ મહિના અર્થાત ૧૦ મે ૨૦૧૯ સુધી, ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ ના નિર્દેશથી વધારવામાં આવી છે જેની સમીક્ષા થઈ શકશે. ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ નાં નિર્દેશની એક કોપી જાહેર જનતાની જાણ સારું બેંક ભવનમાં લગાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત મુદત લંબાવવા અને/અથવા સુધારાને બેંકની આર્થિક સ્થિતિમાં સુધાર કે અવમૂલ્યન સાથે સરખામણી ન કરવી. રિઝર્વ બેંક પરિસ્થિતિના આધારે સંજોગો મુજબ, નિર્દેશમાં ફેરફાર કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1050 |