<font face="mangal" size="3">બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મં - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો- ગોમતી નગરીયા સહકારી બેંક લિમિટેડ, જૌનપુર (ઉત્તર પ્રદેશ)- અવધિ લંબાવાઈ
૧૧ જુલાઈ ૨૦૧૮ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો- ભારતીય રિઝર્વ બેંકે ગોમતી નગરીયા સહકારી બેંક લિમિટેડ, જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને જારી કરેલ નિર્દેશો ની અવધિ, સમીક્ષાને આધીન, તારીખ ૧૧ જુલાઈ ૨૦૧૮ થી ૧૦ નવેમ્બર ૨૦૧૮ સુધી, વધુ ચાર મહિના સુધી, લંબાવી છે. ઉક્ત બેંક તારીખ ૩ જુલાઈ ૨૦૧૭ ના આદેશથી બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ તારીખ ૧૦ જુલાઇ ૨૦૧૭ ના રોજ કારોબારની સમાપ્તિથી નિર્દેશાધીન હતી. ઉક્ત નિર્દેશ જેમાં સમયાંતરે સુધારા કર્યા હતાં અને જેની માન્યતા તારીખ ૮ જાન્યુઆરી ૨૦૧૮ ના આદેશથી ૧૦ જુલાઈ ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી હતી, તેને ૨૬ જુન ૨૦૧૮ ના આદેશથી તારીખ ૧૧ જુલાઈ ૨૦૧૮ થી ૧૦ નવેમ્બર ૨૦૧૮ સુધી, બીજા ચાર મહિના સુધી, સમીક્ષાને આધીન લંબાવાઈ છે. સંદર્ભાધીન આદેશના અન્ય નિયમો અને શરતો અપરિવર્તિત રહેશે. તારીખ ૨૬ જુન ૨૦૧૮ ના આદેશની એક નકલ લોકોના અવલોકનાર્થે બેંક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત આદેશની અવધિ લંબાવવાનો આપમેળે અર્થ બેંકની નાણાંકીય સ્થિતિ માં સુધારા કે ધોવાણ તરીકે ન થવો જોઈએ. રિઝર્વ બેંક સંજોગો ના આધારે નિર્દેશમાં ફેરફાર કરવા વિચારી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/102 |