બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને જેમ લાગૂ પડે છે તે મુજબ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ચૌંડેશ્વરી સહકારી બેંક લિમિટેડ, ઇચલકરંજી, કોલ્હાપુર
03 સપ્ટેમ્બર, 2015 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને જેમ લાગૂ પડે છે તે મુજબ) ચૌંડેશ્વરી સહકારી બેંક લિમિટેડ, ઇચલકરંજી, કોલ્હાપુરને તારીખ 28 ઓગષ્ટ 2014 ના નિર્દેશ ક્ર. શબૈવિ.કેંકા.બીએસડી-1/ડી-07/12.22.044/2014-15ના માધ્યમ થકી 30 ઓગષ્ટ 2014 ના રોજ કારોબાર સમાપ્તિથી છ મહિનાની અવધિ માટે નિર્દેશ હેઠળ રાખવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્દેશના અમલને તારીખ 05 ફેબ્રુઆરી 2015ના નિર્દેશ દ્વારા 1 માર્ચ 2015 થી 31 ઓગષ્ટ 2015 સુધી છ મહિનાની અવધિ માટે લંબાવવામાં આવ્યો હતો. જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે કે 5 ફેબ્રુઆરી 2015 ના નિર્દેશની સાથે પઠિત 28 ઓગષ્ટ 2014ના નિર્દેશના અમલના સમયગાળાને, અમારા તારીખ 31 જુલાઈ 2015ના સંશોધિત નિર્દેશ થકી, 01 સપ્ટેમ્બર 2015થી વધુ ત્રણ મહિનાના સમય માટે લંબાવવામાં આવે છે જે સમીક્ષાધીન રહેશે. નિર્દેશના અન્ય નિયમો અને શરતો પૂર્વવત્ જ રહેશે. ઉપરોક્ત સંશોધનને સૂચિત કરતા તારીખ 31 જુલાઈ 2015ના નિર્દેશની એક નકલ બેંકના પરિસરમાં જનતાની સૂચના માટે દર્શાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશના અમલના સમયમાં કરેલી વૃદ્ધિનું એવું અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંક, બેંકની નાણાકીય સ્થિતિમાં થયેલ મૌલિક સુધારાથી સંતુષ્ટ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/581 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: