બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ)
તારીખ : જાન્યુઆરી 10, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી ભારતીય રિઝર્વ બેંકે સૂચિત કર્યું છે કે તેના નિર્દેશ માં અંશતઃ સુધારો કરવાના લીધે તારીખ 03 જુલાઈ 2017 ના નિર્દેશ થી ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ નિર્દેશો માં રાહત આપવામાં આવેલ છે. હવેથી સુધારેલા નિર્દેશો માં જણાવેલી શરતોને આધીન, રૂપિયા 30,000 (રૂપિયા ત્રીસ હજાર પુરા) થી વધુ ન હોય તેટલી રકમ થાપણદાર ઉપાડી શકશે. બીજી બધી જોગવાઈઓ અગાઉ ના તારીખ 3 જુલાઈ 2017 ના નિર્દેશ ની જોગવાઈઓ હતી તે મુજબ જ રહેશે. આ બેંક 10 જુલાઈ 2017 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 35A અંતર્ગત નિર્દેશો હેઠળ હતી. તેને 08 જાન્યુઆરી 2018 ના નિર્દેશ થી 10 જુલાઈ 2018 સુધી વધારવા માં આવી છે. જાહેર જનતા ના અવલોકન માટે તારીખ 08 જાન્યુઆરી 2018 ના નિર્દેશ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ રાહત થાપણદારો ને પડતી તકલીફો ઘટાડવા માટે આપેલી છે અને તેનો મતલબ એ નથી કરવાનો કે બેંક ની નાણાકીય પરિસ્થિતિ માં સુધારો કે ઘટાડો થયો છે. રિઝર્વ બેંકે પરિસ્થિતિ ને નજર માં રાખી ને નિર્દેશો માં સુધારા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/1897 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: