<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આ - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- હિંદુ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, પઠાનકોટ, પંજાબ
તારીખ : માર્ચ 27, 2019 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- હિંદુ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, પઠાનકોટ, પંજાબ જાહેર જનતા ના હિતમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે હિંદુ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, પઠાનકોટ, પંજાબ ને તારીખ 25 માર્ચ 2019 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિર્દેશો આપેલ હતા.આ નિર્દેશ માં બેંક ઉપર કેટલીક મર્યાદા નિયત કરવામાં આવેલી. આ નિર્દેશો ની વિગતો બેંક ની વેબ સાઈટ અને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે અલબત્ત, રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કે રિઝર્વ બેંકે બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેનો બેન્કિંગ નો ધંધો તેની નાણાકીય પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી અંકુશો ને આધીન રહીને ચાલુ રાખી શકશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/2298 |