<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, (સહકારી મંડળીયોને đ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, (સહકારી મંડળીયોને લાગુ) અંતર્ગત મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટા ને નિર્દેશો
ફેબ્રુઆરી 28, 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, (સહકારી મંડળીયોને લાગુ) અંતર્ગત મરાઠા સહકારી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ રરેગ્યુલશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ) ની કલમ 35 (A) અંતર્ગત મુંબઈ ની મરાઠા સહકારી બેન્ક ને તા. ઓગસ્ટ 31, 2016 ના નિર્દેશ દ્વારા 6 માસ માટે (એટલે કે ફેબ્રુઆરીએ 28, 2017 સુધી) નિર્દેશો આપવામાં આવેલ જેને ત્યરબાદ તા. સપ્ટેમ્બર 07, 2016 થી સુધારવમાં આવ્યા હતા. સમીક્ષા (ફેરવિચારણા) ને આધીન નિર્દેશો ની વૈધતા 6 માસ માટે તા. ફેબ્રુઆરીએ 21, 2017 સુધીની છે. હાલના નિર્દેશો પ્રમાણે અન્ય શરતો સાથે, થાપણદાર (ડિપોઝીટર) પોતાના દરેક બચત ખાતા / ચાલુ ખાતા અથવા અન્ય કોઇપણ નામે ઓળખાતા ખાતામાં જમા રકમ માંથી ₹ 5,000/- સુધીની રકમ ઉપાડી શકતી હતી. રિઝર્વ બેન્કે, બેન્કની નાણાંકીય સ્થિતિ ની સમિક્ષા કરી છે અને જાહેરજનતા ના હિતમાં આ નિર્દેશોમાં સુધારો કરવાનું જરૂરી લાગેલ છે. તદઅનુસાર, બેંકિંગ રેગ્યુલશન એક્ટ, 1949 ની કલમ 35 A ની પેટા કલમ (1) અને (2) ને કલમ 56 સાથે વાંચતા, મળેલ સત્તા અંતર્ગત રિઝર્વ બેન્ક નિર્દેશો આપે છે કે : મરાઠા સહકારી બેન્ક ને જારી કરવમાં આવેલ તા. ઓગસ્ટ 31, 2016 અને તા. સપ્ટેમ્બર 07, 2016 ના નિર્દેશો ના ફકરા નંબર (1) માં નીચે પ્રમાણે ફેરફાર કરવામાં આવે, “i. થાપણદાર દરેક બચત ખાતા / ચાલુ ખાતા / મુદતી થાપણ ખાતા કે અન્ય કોઈપણ થાપણ ખાતા (કોઈ પણ નામે ઓળખાતા હોય) માંથી ₹ 20,000/- (રૂપિયા વીસ હજાર પૂરા) સુધીની રકમ, જો આવા થાપણદાર ની બેન્ક તરફ કોઈપણ પ્રકારની જવાબદારી, ઋણ લેનાર અથવા જામીન તારીકે હોય, જેમાં થાપણ સામે લીધેલ લોન નો સમાવેશ થાય છે, તો આ રકમ નું પ્રથમ આવા ઋણ ખાતા માં સમાયોજન કર્યા બાદ ઉપાડવા દેવમાં આવે. અ સુધારેલા નિર્દેશ અનુસાર થાપણદારઓ ને ચૂકવવા ની થતી રકમ (ફંડ) બેન્ક જુદા “એસક્રો”ખાતા માં અથવા નિશ્ચિત સિક્યોરિટીઓ માં રાખશે અને તેનો ઉપયોગ થાપણદારો ને ચુકવણી કારાવા માટે કરશે. ii. બેંક ને ફિક્સ્ડ ડીપોઝીટ સામે લોનો નું સમાયોજન કરવા દેવા માં આવે છે, જો ઋણકર્તા સાથે ના લોન એગ્રીમેન્ટ ની શરતો માં જોગવાઈ હોય કે તેના ચોક્કસ ડીપોઝીટ ખાતા (કોઇપણ નામે ઓળખાતા) માં ની રકમ ને બેંક દ્વારા તેના લોન ખાતા માં સમાયોજન /વિનિયોજન કરવા દેવા માં આવે, તો નીચેની શરતો ને આધીન લોન ખાતા ની બાકી નીકળતી રકમ સુધી આવું વિનિયોજન/ સમાયોજન કરી શકાશે: a. સમાયોજન ની તારીખે ખાતાઓ કે. વાય. સી. અનુપાલિત હોવા જોઈએ. b. ત્રાહિત વ્યક્તિ દ્વારા ધારણ કરાયેલ ડીપોઝીટ, જે ફક્ત જામીન આપનાર / ગેરંટી આપનાર સુધી મર્યાદિત નથી, ને સમાયોજનની મંજૂરી નથી. c. આ વિકલ્પ નો ઉપયોગ ડીપોઝીટર ને યોગ્ય સૂચના / ની સંમતિ હેઠળ સામાન્ય રીતે એવા કિસ્સાઓમાં કરવો જોઈએ કે જ્યાં સમાયોજનમાં વધુ વિલંબ લોન ખાતાને એન. પી. એ. બનાવવામાં પરિણામતો હોય. સ્ટાન્ડર્ડ લોન (નિયમિત લોન) ના સમાયોજન માટે અને લોન એગ્રીમેન્ટ ની શરતો માં કોઇપણ ફેરફારો માટે ડીપોઝીટર – ઋણકર્તાની પૂર્વ લેખિત સંમતિ આવશ્યક રહેશે. d. ડીપોઝીટ કે સમાયોજન કોઇપણ નિયંત્રણો ને અધીન ન હોવું જોઈએ જેવા કે કાયદાની અદાલત, કાનૂની સત્તા અથવા કાનૂન હેઠળ ની અન્ય કોઈ સત્તા નો અટેચમેન્ટ (જપ્તી) ઓર્ડર / પ્રતિબંધક આદેશ, અર્નેસ્ટ મની ડીપોઝીટ, ટ્રસ્ટ નું દાયિત્વ, ત્રાહિત વ્યક્તિનું લીયન, રાજ્ય સહકારી કાયદાની જોગવાઈ હેઠળ વગેરે. વધુમાં અમે જાણવીએ છે કે આ નિર્દેશો ની વૈધતા વધુ 6 માસ માટે તા. ઓગસ્ટ 31, 2017 સુધી લંબવેલ છે. ઉપરના વિસ્તરણ અને ફેરફાર ને સૂચિત કરતા તારીખ ફેબ્રુઆરી 23, 2017 ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતા ના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક ના ઉપરોક્ત વિસ્તરણ અને/અથવા ફેરફાર પોતે એવું અર્થઘટન સૂચવતા નથી કે બેંક ની નાણાંકીય સ્થિતિમાં વાસ્તવિક સુધારાથી ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/2310 |