<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લē - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો - મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
31 ઓગસ્ટ 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- રિઝર્વ બેન્કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ નાં આદેશ અનુસાર મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે (એટલે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી) નિર્દેશો જારી કર્યા હતા જેમાં ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ નાં રોજ જારી કરેલ અનુગામી આદેશ દ્વારા સુધારા વધારા કર્યા હતા. આ નિર્દેશો 31 ઓગસ્ટ 2017 સુધી સમીક્ષાધીન, માન્ય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંતુષ્ટ છે કે જાહેર હિત માં મરાઠા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઇ, મહારાષ્ટ્ર ને 31 ઓગસ્ટ, 2016 નાં રોજ જારી કરેલ અને 23 ફેબ્રુઆરી 2017 નાં રોજ સુધારેલ નિર્દેશોનાં અમલનો સમયગાળો વધારવો એ જરૂરી છે. આથી, તદનુસાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A ની પેટા કલમ (1) સહીત કલમ 56 હેઠળ પ્રદત્ત સત્તા ની રૂએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નિર્દેશ કરે છે કે મરાઠા સહકારી બૅન્ક લિમિટેડ ને 31 ઓગસ્ટ, 2016 રોજ જારી કરેલ અને સમય સમય પર સુધારેલ નિર્દેશો કે જેની માન્યતા 31 ઓગસ્ટ 2017 સુધી લંબાવવામાં આવી હતી તે નિર્દેશો આ બેન્કને તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી એટલે કે બીજા ૬ મહિના સુધી લાગુ પડવાનું ચાલુ રહેશે, જે સમીક્ષાધીન હશે. સંદર્ભના નિર્દેશોનાં સમયાંતરે સુધારેલ અન્ય નિયમો અને શરતો યથાવત રહેશે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/594 |