<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર
૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૧૫નાં નિર્દેશ અનુસાર નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૫ રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૩ માર્ચ ૨૦૧૬, ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ અને તા.૭ માર્ચ ૨૦૧૭ના સુધારેલ આદેશ અનુસાર દરેક વખતે ૬ મહીના માટે લંબાવવામાં આવેલ હતી. આથી સામાન્ય જનતાની જાણકારી માટે જણાવવામાં આવે છે કે અમારા તા. ૩ માર્ચ ૨૦૧૬, તા. ૨૫ ઓગસ્ટ ૨૦૧૬, અને તા. ૭ માર્ચ ૨૦૧૭ નાં આદેશ સાથે સાથે વંચાણે લઈને અમારા ૮ સપ્ટેમ્બર ૨૦૧૫નાં આદેશાનુસાર બેન્કની કામગીરીની સમય મર્યાદાને ૧0 સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૯ માર્ચ ૨૦૧૮ સુધી અર્થાત બીજા છ મહિના, સુધી લાગુ રહેશે જે સમીક્ષાને આધીન હશે. સંદર્ભના નિર્દેશોનાં અન્ય નિયમો અને શરતો યથાવત રહેશે. ઉપરોક્ત સમયમર્યાદામાં વધારો સૂચિત કરતી તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ ના નિર્દેશની એક નકલ જાહેર જનતાના અવલોકન માટે બેંકના પરિસરમાં દર્શાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા લાદવામાં આવેલ ઉપરોક્ત સુધારાનું આપમેળે એવું અર્થઘટન ન થવું જોઈએ કે બેન્કની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારણાથી ભારતીય રિઝર્વ બેન્ક સંતુષ્ટ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/798 |