<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (AACS) ની ધારા 35(A) મુજબ મુદત - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (AACS) ની ધારા 35(A) મુજબ મુદત લંબાવવા બાબત નિર્દેશ – પદ્મ શ્રી ડો. વિટ્ઠલરાવ વિખે પાટિલ કો-ઓપરેટિવ બેંક લિ., નાસિક, મહારાષ્ટ્ર
નવેમ્બર ૨૦, ૨૦૧૮ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (AACS) ની ધારા 35(A) મુજબ મુદત લંબાવવા બાબત નિર્દેશ – પદ્મ શ્રી ડો. વિટ્ઠલરાવ વિખે ભારતીય રિઝર્વે બેંક (RBI), જાહેર જનતાનાં હિતમાં, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ ની ધારા 35A, પેટા ધારા (1) તેમજ સેક્શન 56 અંતર્ગત રિઝર્વ બેંકને મળેલ સત્તા મુજબ જે નિર્દેશ કરેલ છે તેને, નવેમ્બર ૧૯,૨૦૧૮ થી મે ૧૮,૨૦૧૯ સુધી છ મહિના માટે ફરીથી લંબાવવામાં આવે છે. નિર્દેશની કોપી, જનતાની જાણ માટે બેંક ભવનમાં દર્શાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક, સંજોગો મુજબ તેમાં ફેરફાર કરી શકે છે. નિર્દેશ નો અર્થ એ નથી કે બેંકની પરવાનગી (લાયસન્સ), ભારતીય રિઝર્વ બેંક દ્વારા રદ કરવામાં આવી છે. બેંકની આર્થિક સ્થિતિમાં સુધાર ન આવે ત્યાં સુધી, બેંક અંકુશો હેઠળ બેંકિંગ કાર્યવાહી ચાલુ રાખી શકશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1169 |