<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આ& - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : જુન 14, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. તારીખ 07 ડીસેમ્બર, 2016 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત બીજા 6 મહિના સુધી વધારવા માં આવી છે. જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે સમીક્ષા કર્યા બાદ, આ નિર્દેશ ની મુદત તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ ને તારીખ 07 ડીસેમ્બર, 2016 ના નિર્દેશ સાથે વાંચન માં લેતાં, તારીખ 08 જુન, 2017 ના નિર્દેશ થી આ નિર્દેશ ની મુદત ને તારીખ 15 જુન, 2017 થી તારીખ 14 સપ્ટેમ્બર, 2017 સુધી ફરીથી વધારવામાં આવી છે. આ નિર્દેશ ની અન્ય શરતો અને નિયમો જેમ હતા તેમ જ રહેશે. જાહેર જનતા ના અવલોકન માટે તારીખ 08 જુન, 2017 ના ઉપર મુ જબ ના સુધારા સૂચિત કરતાં ડાયરેકટીવ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક દ્વારા નિર્દેશો માં કરવામાં આવેલ ઉપરોક્ત સુધારા નો ગર્ભિત મતલબ એ નથી કે ભારતીય રિઝર્વ બેંક, આ બેંક ની નાણાકીય સ્થિતિ માં થયેલ સુધારા થી સંતુષ્ટ છે. અનિરુદ્ધ ડી. જાદવ પ્રેસ જાહેરાત : 2016-2017/3375 |