<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આ& - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ-સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : માર્ચ 14, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 08 સપ્ટેમ્બર, 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ 14 માર્ચ, 2018 સુધી વધારવામાં આવેલી. જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ કરે છે કે 14 જુન 2016 ના સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને આપેલા તથા વખતો વખત સુધારેલા નિર્દેશો ની માન્યતા છેલ્લે તારીખ 08 સપ્ટેમ્બર 2017 ના નિર્દેશ થી 14 માર્ચ 2018 સુધી વધારવામાં આવેલી તેસમીક્ષા કર્યા બાદ તારીખ 09 માર્ચ 2018 ના નિર્દેશ થી બેન્કને 15 માર્ચ 2018 થી 14 જુલાઈ 2018 સુધી વધુ ચાર મહિના માટે લાગુ પડશે આ નિર્દેશ ની અન્ય શરતો અને નિયમો સમયાન્તરે સુધર્યા બાદ જેમ હતા તેમ જ રહેશે. જાહેર જનતા ના અવલોકન માટે તારીખ 09 માર્ચ 2018 ના ઉપર મુ જબ ના સુધારા સૂચિત કરતાં ડાયરેકટીવ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક દ્વારા નિર્દેશો માં કરવામાં આવેલ ઉપરોક્ત સુધારા નો ગર્ભિત મતલબ એ નથી કે ભારતીય રિઝર્વ બેંક, આ બેંક ની નાણાકીય સ્થિતિ માં થયેલ સુધારા થી સંતુષ્ટ છે. અનિરુદ્ધ ડી. જાદવ પ્રેસ જાહેરાત : 2017-2018/2446 |