<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો –
શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર - સમય મર્યાદામાં વધારો
૩ ઓક્ટોબર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – તારીખ ૧ એપ્રિલ ૨૦૧૩નાં આદેશ અનુસાર શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને તારીખ ૨ એપ્રિલ ૨૦૧૩ નાં રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી સુધારેલ આદેશો દ્વારા સમય-સમય પર વધારી દેવામાં આવી હતી, જે છેલ્લે તા. ૨૪ માર્ચ ૨૦૧૭ નાં રોજ જારી કરેલ અને તે ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી, સમીક્ષા ને આધીન, માન્ય હતી. આથી સામાન્ય જનતાની જાણકારી માટે જણાવવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ રિઝર્વ બેંકનાં, સમીક્ષાને અધીન ઉપરોક્ત બેંક ને જારી કરેલ તા. ૧ એપ્રિલ ૨૦૧૩ નાં રોજ જારી કરેલ આદેશ, સમય સમય પર સુધારા વધારા સાથે, જેની માન્યતા ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી લંબાવેલ હતી, તે તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ નાં આદેશ અનુસાર આ બેંક ને, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૨૯ માર્ચ ૨૦૧૮ સુધી અર્થાત બીજા છ મહિના, સુધી લાગુ પડશે, જે સમીક્ષાને આધીન હશે. ઉપરોક્ત સમય મર્યાદામાં વધારો સૂચિત કરતી તા.૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના નિર્દેશની એક નકલ જાહેર જનતાના અવલોકન માટે બેંકના પરિસરમાં દર્શાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા લાદવામાં આવેલ ઉપરોક્ત સુધારાનું આપમેળે એવું અર્થઘટન ન થવું જોઈએ કે બેન્કની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારણાથી ભારતીય રિઝર્વ બેન્ક સંતુષ્ટ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/910 |