RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506846

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (AACS) ની ધારા 35(A) મુજબ નિર્દેશ – સીકર અર્બન કો.ઓપેરાટિવ બેંક લી.; સીકર (રાજસ્થાન)

નવેમ્બર 0૯, ૨૦૧૮

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (AACS) ની ધારા 35(A) મુજબ નિર્દેશ – સીકર અર્બન કો.ઓપેરાટિવ બેંક લી.; સીકર (રાજસ્થાન)

આથી જાહેર જનતાની જાણ માટે સૂચના આપવામાં આવેછે કે, ભારતીય રિઝર્વ બેંકને મળેલ સત્તાના આધારે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (AACS) સેક્શન 35એ ના પેટા સેક્શન (1) તેમજ સેક્શન 56 અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંકે, સીકર અર્બન કો-ઓપેરેટિવ લી. સીકરને કેટલાક નિર્દેશ આપ્યા છે જે મુજબ નવેમ્બર 0૯,૨૦૧૮ નાં રોજ બેંકિંગ સમય બાદ થી ઉપરોક્ત બેંક,

ભારતીય રિઝર્વ બેંક ની લેખિત પરવાનગી સિવાય, બેંક કોઈ પણ લોન અથવા એડવાન્સ મંજુર નહીં કરે, કોઈ રોકાણ નહીં કરે, નવું ફંડ કે ડિપોઝીટ સ્વીકારી જવાબદારી નહીં વધારે, કોઈ પણ પેમેન્ટ માટેની જવાબદારી નહીં સ્વીકારે, ભલે તે ચૂકવણું તેની જવાબદારી કે બોજાના ભાગ રૂપે અથવા બીજા સંદર્ભમાં હોય, કોઈ સમજાવટ અથવા સંપત્તિના વેચાણ, બદલા કે બીજી રીતે નિકાલ નહીં કરે. તેમજ નિર્દેશમાં જણાવ્યા સિવાયની કોઈ પણ સંપત્તિ નું વેચાણ કે ખરીદી નહીં કરે. ઓક્ટોબર ૨૬, ૨૦૧૮ નાં નિર્દેશ ની કોપી, હિતેચ્છુ લોકો ને જોવા માટે બેન્ક ભવનમાં રાખેલ છે. ભારતીય રિઝર્વ બેંકે, નિર્દેશની જોગવાઈ મુજબ, દરેક જમાકર્તાને પ્રત્યેક બચત ખાતા કે ચાલુ ખાતા કે અન્ય જમા ખાતામાંની કુલ બચત માંથી વધારેમાં વધારે, રૂ.૨,000/-(રૂ. બે હજાર ફક્ત) સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્દેશ નો અર્થ એ નથી કે ઉપરોક્ત બેન્કનું ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ નિયંત્રણ હેઠળ બેંક તેની આર્થિક સ્થિતી સુધરે ત્યાં સુધી બેંકીંગ પ્રવૃત્તિ ચાલુ રાખી શકશે. સંજોગો પ્રમાણે આ નિર્દેશમાં ફેરફાર માટે રિઝર્વ બેંક વિચારણા કરશે.

અનિરૂદ્ધ ડી. જાધવ
સહાયક મેનેજર

પ્રેસ પ્રકાશન : 2018-2019/1085

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?