<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો – ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લિ., ભોપાલ - અવધિ લંબાવી
૨ ઓગસ્ટ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો – આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્ક સંતુષ્ટ છે કે જાહેર હિતમાં તારીખ 29 ઓક્ટોબર 2012 નાં રોજ ધી ભોપાલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, ભોપાલ (મધ્યપ્રદેશ) ને જારી કરેલ નિર્દેશો જે તારીખ 25 જાન્યુઆરી 2017 ની માર્ગદર્શિકા મુજબ, અને જેને 31 જુલાઇ 2017 સુધી લંબાવવામાં આવેલ , તે સમયગાળો વધારવો જરૂરી છે. તદનુસાર, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (સહકારી મંડળીઓ પર લાગુ) કલમ 56, સહીત પેટા કલમ 35A હેઠળ પ્રદત્ત સતાની રૂએ ધી ભોપાલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, ભોપાલ (એમપી) ને 29 ઓક્ટોબરના 2012 રોજ જારી કરેલ નિર્દેશો જેની માન્યતા છેલ્લે તારીખ ૩૧ જુલાઈ 2017 સુધી લંબાવેલ હતી તે 1 ઓગસ્ટ 2017 થી આગામી છ મહિના માટે એટલે કે 31 જાન્યુઆરી 2018 સુધી (સમીક્ષા હેઠળ) લાગુ પડશે. આર.બી.આઈ.નાં ઉપર્યુક્ત નિર્દેશોની નકલો હિત ધરાવનાર વ્યક્તિઓના અવલોકાનાર્થ બેંક પરિસર પર પ્રદર્શિત થયેલ છે. રિઝર્વ બૅંક દ્વારા જારી કરવામાં આવેલ ઉપર્યુક્ત નિર્દેશોનો અર્થ આપમેળે એવો થવો જોઈએ નહીં કે રિઝર્વ બૅકે ઉક્ત બૅન્કનું લાઇસન્સ રદ કરેલ છે. બેંક પ્રતિબંધો સાથે બેન્કિંગ વ્યવસાય કરવાનું ચાલુ રાખશે. રિઝર્વ બેંક સંજોગોના આધારે આ નિર્દેશોમાં સુધારો કરવા વિચારી શકે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/318 |