<font face="mangal" size="3px">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત č - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : માર્ચ 31, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ મુજબ 2 મે 2014 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 23 નવેમ્બેર 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ 31 માર્ચ, 2018 સુધી વધારવામાં આવેલી. જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ કરે છે કે 30 એપ્રિલ 2014 ના ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને આપેલા તથા વખતો વખત સુધારેલા નિર્દેશો ની માન્યતા છેલ્લે તારીખ 31 માર્ચ 2018 સુધી વધારવામાં આવેલી તે સમીક્ષા કર્યા બાદ તારીખ 26 માર્ચ 2018 ના નિર્દેશ થી બેન્કને 01 એપ્રિલ 2018 થી 31 જુલાઈ 2018 સુધી વધુ ચાર મહિના માટે લાગુ પડશે જાહેર જનતા ના અવલોકન માટે તારીખ 26 માર્ચ 2018 ના ઉપર મુજબ ના સુધારા સૂચિત કરતાં ડાયરેકટીવ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત મુદત માં વધારા અને / અથવા સુધારા નો ગર્ભિત મતલબ એ નથી કે ભારતીય રિઝર્વ બેંક , આ બેંક ની નાણાકીય સ્થિતિ માં થયેલ સુધારા થી સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2596 |