<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ&# - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૩૫ એ હેઠળ દિશાનિર્દેશ - ઘી સીકેપી કો ઓપરેટીવ બેન્ક લિ. મુંબઈ, મહારાષ્ટ્ર
નવેમ્બર 30, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૩૫ એ હેઠળ દિશાનિર્દેશ - ઘી સીકેપી કો ઓપરેટીવ બેન્ક લિ. મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ એપ્રિલ ૩૦-૨૦૧૪ ના ડાયરેકટીવ ના આધારે મેં ૨, ૨૦૧૪ ના દિવસે કારોબાર ની સમાપ્તિ થી દિશાનિર્દેશ માં મુકવામાં આવી હતી. દિશાનિર્દેશની વૈધતા તે પછીના વારંવારના ડાયરેકટીવ થી વધારવામાં આવી હતી., તેમાં છેલ્લા ડાયરેકટીવ તારીખ જુલાઈ ૨૩, ૨૦૧૮ ના હતા જેની વૈધતા નવેમ્બર ૩૦, ૨૦૧૮ સુધીની હતી, જે પુનર્રસમીક્ષા ને આધીન હતી. હવે જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્ક બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ ની કલમ ૩૫ એ ની પેટા કલમ (૧) જેને કલમ ૫૬ સાથે વાંચતા, હવે નિર્દેશ કરે છે કે એપ્રિલ ૩૦-૨૦૧૪ ના દિશા નિર્દેશ, જે અવારનવાર સંશોધિત કરવામાં આવ્યા છે, ઉપરોક્ત બેન્કને બજવવામાં આવ્યા છે, જેની વૈધતા છેલ્લે નવેમ્બર ૩૦, ૨૦૧૮ સુધી વધારવામાં આવી હતી તે નવેમ્બર ૨૭, ૨૦૧૮ ના નિર્દેશથી બેન્કને વધુ ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર ૦૧, ૨૦૧૮ થી ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૯ સુધી ચાલુ રહેશે, અને પુનર્રસમીક્ષા ને આધીન છે. નવેમ્બર ૨૭, ૨૦૧૮ ના સૂચિત એકટેંશન ના નિર્દેશની એક પ્રતિ જાહેર જનતા માટે બેન્ક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ઉપર જણાવેલ એક્સ્ટેંશન અને અથવા ફેરફાર ને લીધે કોઈ પણ કાળે એમ માની લેવાની જરૂર નથી કે બેન્કની નાણાકીય પરિસ્થિતિમાં વાસ્તવમાં સુધારો થયો છે અને ભારતીય રિઝર્વ બેન્ક તેનાથી સંતુષ્ટ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1252 |