<font face="mangal" size="3">બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યĐ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ધી સીકેપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
ફેબ્રુઆરી 28, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની ધી સીકેપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તારીખ એપ્રિલ 30, 2014 ના નિર્દેશ થકી તારીખ મે 2, 2014 ના રોજ કારોબાર સમાપ્તિથી નિર્દેશ હેઠળ રાખવામાં આવેલ હતી. નિર્દેશોની વૈધતાને સમય સમય પર અનુગામી નિર્દેશ થકી લંબાવવામાં આવી હતી, જેમાં છેલ્લો નિર્દેશ તારીખ નવેમ્બર 27, 2018 નો હતો જે, સમીક્ષાને આધીન, તારીખ ફેબ્રુઆરી 28, 2019 સુધી વૈધ હતો. આથી જાહેર જનતાની માહીતિ અર્થે અધિસૂચિત કરવામાં આવે છે કે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં એમ નિર્દેશ કરે છે કે – ધી સીકેપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈને જારી કરવામાં આવેલ તારીખ એપ્રિલ 30, 2014 નો નિર્દેશ કે જે સમયે સમયે સુધારવામાં આવેલ હતો અને જેની વૈધતા છેલ્લે તારીખ ફેબ્રુઆરી 28, 2019 સુધી લંબાવવામાં આવી હતી, તે નિર્દેશની અવધિને, તારીખ ફેબ્રુઆરી 26, 2019ના નિર્દેશ થકી વધુ ત્રણ મહિનાના સમય માટે, એટલે કે તારીખ માર્ચ 01, 2019 થી મે 31, 2019 સુધી, સમીક્ષાને આધિન લંબાવવામાં આવે છે. સંદર્ભમાં રહેલ નિર્દેશના અન્ય નિયમો અને શરતો યથાવત્ છે. ઉપરોક્ત વિસ્તારને સૂચિત કરતા તારીખ ફેબ્રુઆરી 26, 2019ના નિર્દેશની એક પ્રતિ બેંક પરિસરમાં જનતાની સૂચના માટે લગાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત સુધારો કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંક, બેંકની નાણાકીય સ્થિતિમાં થયેલ મૌલિક સુધારાથી સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/2059 |