ધી કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, મહારાષ્ટ્ર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં વધારો
તારીખ : મે 09, 2018 ધી કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, મહારાષ્ટ્ર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) તારીખ 07 નવેમ્બર 2017 ના નિર્દેશથી 09 નવેમ્બર 2017 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 (છ) મહિના માટે ધી કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ,કરાડ, મહારાષ્ટ્ર નિર્દેશો હેઠળ હતી. જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (કો ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક તારીખ 03 મે 2018 ના નિર્દેશથી નિર્દેશ કરે છે કે ઉપરોક્ત બેન્કને જારી કરેલા તારીખ 07 નવેમ્બર 2017 ના નિર્દેશો ,સમીક્ષા કર્યા બાદ બેંક ને તારીખ 10 મે 2018 થી 09 નવેમ્બર 2018 સુધી વધુ 6 મહિના સુધી લાગુ પડશે. જાહેર જનતા ની જાણ માટે તારીખ 03 મે 2018 આ નિર્દેશોની નકલ બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરેલી છે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કરવાનો કે ભારતીય રિઝર્વ બેંક બેન્કની નાણાકીય પરિસ્થિતિ ના સુધરા થી સંતુષ્ટ છે અનિરુધ ડી જાધવ પ્રેસ જાહેરાત : 2017-2018/2949 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: