<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આ - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મુઢોલ
કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પોસ્ટ મુઢોલ, બાગલકોટ જીલ્લો, કર્નાટક
તારીખ : એપ્રિલ 09, 2019 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મુઢોલ જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકે ધી મુઢોલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પોસ્ટ મુઢોલ,બાગલકોટ જીલ્લો, કર્નાટક ને કેટલાક નિર્દેશ કરેલા તે મુજબ 08 એપ્રિલ, 2019 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી ઉપરોક્ત બેંક, રિઝર્વ બેંક ની અગાઉ થી લેખિત પરવાનગી વગર કોઈ નવી લોન કે એડવાન્સ આપી શકશે નહિ કે રીન્યુ કરી શકશે નહિ, કોઈ ઈન્વેસ્ટમેન્ટ કરી શકશે નહિ, લોન કે ફંડ ઉભુ કરી નવી જવાબદારી ઉભી કરી શકશે નહિ અને નવી થાપણો સ્વીકારી શકશે નહિ, તેની જવાબદારી પૂરી કરવા પેટે કોઈ રકમ ચૂકવી શકશે નહિ કે ચુકવણી માટે સહમત નહિ થાય. આર.બી.આઈ ના તારીખ 02 એપ્રિલ, 2019 ના નિર્દેશો ની નકલ, રસ ધરાવતી જાહેર જનતા ના અવલોકન માટે બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે, જે મુજબ ના આ નિર્દેશો માં સુચવેલી બાબત સિવાય બેંક કોઈ સમાધાન કે એરેન્જમેન્ટ કરીને તેની કોઈ પણ મિલકતનું વેચાણ, ટ્રાન્સફર યા કોઈ પણ રીતે નિકાલ કરી શકશે નહિ. ખાસ કરીને, ડીપોઝીટરો તેમના દરેક બચત ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈ પણ નામે ઓળખાતા ડીપોઝીટ ખાતા માંથી આર.બી.આ ઈ ના નિર્દેશોની શરતોને આધીન રહીને જે તે ખાતાં માં રહેલી કુલ સિલક માંથી વધુમાં વધુ રુપિયા ૧૦૦૦. (રૂપિયા એક હજાર પુરા) સુધી ઉપાડી શકશે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કે રિઝર્વ બેંકે બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેનો બેન્કિંગ નો ધંધો તેની નાણાકીય પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી અંકુશો ને આધીન રહીને ચાલુ રાખી શકશે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/2407 |