<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠ - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો-ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ: 06 ફેબ્રુઆરી 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો-ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જૂન 2015 ના નિર્દેશ દ્વારા 26 જૂન 2015 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 22 સપ્ટેમ્બર 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને હાલમાં 25 માર્ચ 2017 સુધી વૈધ્ય છે. જાહેર જનતા ને આ સાથે જણાવવામાં આવે છે કે સમીક્ષા ને આધિન, ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને 24 જૂન 2015 ના રોજ જારી કરવા માં આવેલ નિર્દેશો, સમય સમય પર સુધારા પ્રમાણે, અમારા તારીખ 31 જાન્યુઆરી 2017 ના નિર્દેશ દ્વારા આંશિક રીતે સુધારવામાં આવેલા છે અને બેંક ને 25 માર્ચ 2017 ના સમય સુધી લાગુ પડવાનું ચાલુ રહેશે. સુધારાઓ નીચે પ્રમાણે છે: (i) બેંક ને ડીપોઝીટ સામે લોનો નું સમાયોજન કરવા દેવા માં આવે છે, જો ઋણકર્તા સાથે ના લોન એગ્રીમેન્ટ ની શરતો માં જોગવાઈ હોય કે તેના ચોક્કસ ડીપોઝીટ ખાતા (કોઇપણ નામે ઓળખાતા) માં ની રકમ ને બેંક દ્વારા તેના લોન ખાતા માં સમાયોજન /વિનિયોજન કરવા દેવા માં આવે, તો નીચેની વધારા ની શરતો ને અધીન લોન ખાતા ની બાકી નીકળતી રકમ સુધી આવું વિનિયોજન/ સમાયોજન કરી શકાશે: a. સમાયોજન / વિનિયોજન ની તારીખે ખાતાઓ કે. વાય. સી. અનુપાલિત હોવા જોઈએ. b. તેમાં સમાવિષ્ટ ત્રાહિત વ્યક્તિ દ્વારા ધારણ કરાયેલ ડીપોઝીટ જે ફક્ત જામીન આપનાર / ગેરંટી આપનાર સુધી મર્યાદિત નથી ને સમાયોજનની મંજૂરી નથી. c. આ વિકલ્પ નો ઉપયોગ ડીપોઝીટર ને યોગ્ય સૂચના / ની સંમતિ હેઠળ સામાન્ય રીતે એવા કિસ્સાઓમાં કરવો જોઈએ કે જ્યાં સમાયોજનમાં વધુ વિલંબ લોન ખાતાને એન. પી. એ. બનાવવામાં પરીણમતો હોય. સ્ટાન્ડર્ડ લોન (નિયમિત લોન) ના સમાયોજન માટે અને લોન એગ્રીમેન્ટ ની શરતો માં કોઇપણ ફેરફારો માટે ડીપોઝીટર – ઋણકર્તાની પૂર્વ લેખિત સંમતિ આવશ્યક હશે. d. ડીપોઝીટ કે સમાયોજન કોઇપણ નિયંત્રણો ને અધીન ન હોવું જોઈએ જેવા કે કાયદાની અદાલત, કાનૂની સત્તા અથવા કાનૂન હેઠળ ની અન્ય કોઈ સત્તા નો અટેચમેન્ટ ઓર્ડર / પ્રતિબંધક આદેશ, અર્નેસ્ટ મની ડીપોઝીટ, ટ્રસ્ટ નું દાયિત્વ, ત્રાહિત વ્યક્તિનું લીયન, રાજ્ય સહકારી કાયદાની જોગવાઈ હેઠળ વગેરે. ઉપરના સુધારા ને સૂચિત કરતા તારીખ 31 જાન્યુઆરી 2017 ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતાના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક નો ઉપરોક્ત સુધારો એવું અર્થઘટન સૂચવતો નથી કે બેંક ની નાણાંકીય સ્થિતિમાં વાસ્તવિક સુધારાથી ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016 – 2017/2102 |