<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આ& - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : જાન્યુઆરી 25, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જુન 2015 ના નિર્દેશ મુજબ 26 જુન 2015 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સુધારી ને સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની માન્યતા તારીખ 25 જાન્યુઆરી, 2018 સુધી વધારવામાં આવેલી. જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ કરે છે કે 24 જુન 2015 ના આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને આપેલા તથા વખતો વખત સુધારેલા નિર્દેશો ની માન્યતા તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી છેલ્લે તારીખ 25 જાન્યુઆરી 2018 સુધી વધારવામાં આવેલી તે સમીક્ષા કર્યા બાદ તારીખ 19 જાન્યુઆરી 2018 ના નિર્દેશ થી બેન્કને 26 જાન્યુઆરી 2018 થી 25 જુલાઈ 2018 સુધી વધુ છ મહિના માટે લાગુ પડશે જાહેર જનતા ના અવલોકન માટે તારીખ 19 જાન્યુઆરી 2018 ના ઉપર મુજબ ના સુધારા સૂચિત કરતાં ડાયરેકટીવ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત મુદત માં સુધારા નો ગર્ભિત મતલબ એ નથી કે ભારતીય રિઝર્વ બેંક, આ બેંક ની નાણાકીય સ્થિતિ માં થયેલ સુધારા થી સંતુષ્ટ છે. અનિરુધ ડી. જાધવ પ્રેસ જાહેરાત : 2017-2018/2033 |