<font face="mangal" size="3">બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મં&# - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો-
ધી યુનાઈટેડ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બગનાન સ્ટેશન રોડ (ઉત્તર), પી.ઓ.- બગનાન, જી.- હાવડા,
પીન-૭૧૧ ૩૦૩, પશ્ચિમ બંગાળ
૨૪ જુલાઈ ૨૦૧૮ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો- આથી જાહેર જનતાની જાણકારી માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇએ) બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૩૫-એ ની ઉપ કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાઓનો ઉપયોગ કરીને ધી યુનાઈટેડ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બગનાન સ્ટેશન રોડ (ઉત્તર) , પી.ઓ.- બગનાન, જી.- હાવડા, પીન-૭૧૧ ૩૦૩, પશ્ચિમ બંગાળ ને કેટલાક નિર્દેશો જારી કર્યા હતાં. તદનુસાર ઉક્ત બેંક તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૮ ના રોજ કારોબારની સમાપ્તિથી આરબીઆઇ ની પૂર્વ લેખિત પરવાનગી વગર કોઈ પણ લોન અને અગ્રીમ મંજૂર કે નવીનીકરણ નહિ કરે, કોઈ રોકાણ નહિ કરે, નવી થાપણો ની સ્વીકૃતિ અને ફંડ ની ઉધારી સહિત કોઈ જવાબદારી ઉભી નહિ કરે, કોઈ ચુકવણી વિતરણ કે વિતરણ માટે સંમત નહિ થાય , ભલે પછી તે તેની જવાબદારીઓ અને ફરજો માંથી મુક્તિ માટે કે અન્યથા હોય, કોઈ સમાધાન કે વ્યવસ્થા ની સમજુતિ નહિ કરે અને આરબીઆઈ ના તારીખ ૧૨ જુલાઈ ૨૦૧૮ નો આદેશ, કે જેની પ્રતિ સંબંધિત લોકોના અવલોકાનાર્થે બેંકના પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવી છે, તેમાં નિર્દિષ્ટ કર્યા સિવાયની એની કોઈ મિલકત કે અસ્કયામતો વેચશે, અંતરણ કરશે કે અન્યથા નિકાલ કરશે નહિ. ખાસ કરીને કોઈ પણ થાપણદારને પ્રત્યેક બચત ખાતા, ચાલુ ખાતા કે બીજા કોઈ નામના અન્ય ખાતા માંથી કુલ બાકી માંથી ₹. ૧,૦૦૦/- (એક હજાર માત્ર) થી વધુ રકમ ઉપાડવાની મંજુરી નથી, શરત એ કે જ્યાં આવા થાપણદાર ની બેંક પ્રત્યે કોઈ પણ સ્વરૂપે જવાબદારી હોય, અર્થાત, દેવાદાર કે જામીન તરીકે હોય, તો આરબીઆઈ ના ઉપરોક્ત નિર્દેશ માં જણાવેલી શરતો ને આધીન, આ રકમ નું સમાયોજન સંબંધિત દેવાદાર ખાતા /ઓ સામે પહેલા કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનો આપમેળે એવો અર્થ ન થવો જોઈએ કે રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકનું લાઈસેન્સ રદ્દ કરી દીધું છે. બેંક તેની નાણાંકીય સ્થિતિ સુધરે ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનું ચાલુ રાખશે. રિઝર્વ બેંક સંજોગો ના આધારે આ નિર્દેશોમાં ફેરફાર કરવા વિચારી શકે છે. આ નિર્દેશો ૧૮ જુલાઈ ૨૦૧૮ ના રોજ કારોબાર ની સમાપ્તિ થી છ મહિના સુધી અમલમાં રહેશે અને તે સમયાંતરે સમીક્ષાને આધીન છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/205 |