<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની ધારા 35(A) અને ધારા 56 મ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની ધારા 35(A) અને ધારા 56 મુજબ મુદત લંબાવવા બાબત હુકમ - ધિ સિટી કો-ઓપેરેટિવ
બેંક લિ., મુંબઈ, મહારાષ્ટ્ર
૧૭ ઓક્ટોબર, ૨૦૧૮ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની ધારા 35(A) અને ધારા 56 મુજબ મુદત લંબાવવા બાબત હુકમ - ધિ સિટી કો-ઓપેરેટિવ ધિ સિટી કો-ઓપેરેટિવ બેંક લિ., મુંબઈ, ને ૧૭ એપ્રીલ ૨૦૧૮ નાં નિર્દેશ મુજબ, ૧૭ એપ્રીલ ૨૦૧૮ નાં ઓફિસ સમય બાદ થી છ મહિના માટે નિર્દેશાધીન રાખવામાં આવી હતી. સામાન્ય જનતાને આથી જાણ કરવામાં આવે છે કે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ ની ધારા 56 અને ધારા 35A અને ઉપધારા (1) અંતર્ગત ૧૭ એપ્રીલ ૨૦૧૮ નાં રોજ ઉપરોક્ત બેંકને જે નિર્દેશ કરવામાં આવ્યો હતો તે નિર્દેશ ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ થી ૧૭ એપ્રીલ ૨૦૧૯ સુધીના બીજા છ મહિના માટે માન્ય રહેશે જેની સુચના ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ નાં હુકમથી આપવામાં આવી અને તેની સમીક્ષા થઈ શકશે. ઉપરોક્ત મુદત લંબાવવાના ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ નાં નિર્દેશની કોપી જાહેર જનતાની જાણ સારું બેંક ભવનમાં દર્શાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત મુદત લંબાવવા અને/અથવા સુધારાનો એ અર્થ નથી કે ભારતીય રિઝર્વ બેંક, બેંકનાં પ્રવર્તમાન સુધારાથી સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/910 |