RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78519580

બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ
૩૫-એ હેઠળ નિર્દેશો-ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર- અવધિ લંબાવાઈ

૧૬ એપ્રિલ ૨૦૧૯

બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ
૩૫-એ હેઠળ નિર્દેશો-ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર- અવધિ લંબાવાઈ

તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૮ ના નિર્દેશથી ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કારોબારની સમાપ્તિથી છ મહિનાની અવધિ માટે નિર્દેશાધીન મુકવામાં આવી હતી. જેની માન્યતા સમય સમય પર જારી કરાયેલા નિર્દેશો જેમાં છેલ્લે તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ ના નિર્દેશથી તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૯ સુધી લંબાવવામાં આવી હતી.

આથી જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૩૫-એ ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ આપે છે કે ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ ને તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૮ ના રોજ જારી કરવામાં આવેલ નિર્દેશ, જેમાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા હતાં, જેની માન્યતા છેલ્લે ૧૭ એપ્રિલ ૨૦૧૯ સુધી વધારવામાં આવી હતી, તે તારીખ ૯ એપ્રિલ ૨૦૧૯ ના નિર્દેશ મુજબ સમીક્ષાને આધીન, તારીખ ૧૮ એપ્રિલ ૨૦૧૯ થી ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ સુધી, વધુ છ મહિના માટે અમલમાં રહેશે.

સંદર્ભાધીન નિર્દેશના અન્ય નિયમો અને શરતો અપરિવર્તિત રહેશે.

માન્યતા વધારો સૂચિત કરતી ઉપરોક્ત તારીખ ૯ એપ્રિલ ૨૦૧૯ ના નિર્દેશની એક નકલ લોકોના અવલોકનાર્થે બેંક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત સુધારાઓ અને / અથવા માન્યતા વધારવાનો આપમેળે એવો અર્થ ન થવો જોઈએ કે બેંકની નાણાંકીય સ્થિતિ માં વાસ્તવિક સુધારાથી ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન: 2018-2019/2468

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?