બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની સાથે કલમ 56 વાંચતા, તે અંતર્ગત નિર્દેશ – ધી કપોલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર – અવધિનો વિસ્તાર
જાન્યુઆરી 31, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની ધી કપોલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને માર્ચ 30, 2017ના રોજ કારોબાર સમાપ્તિથી છ મહિનાના સમય માટે તારીખ માર્ચ 30, 2017ના નિર્દેશ દ્વારા તે નિર્દેશ હેઠળ રાખવામાં આવેલ. ઉપરોક્ત નિર્દેશની વૈધતાને સમયે સમયે લંબાવવામાં આવતા તારીખ જુલાઈ 23, 2018 ના નિર્દેશ દ્વારા તારીખ જાન્યુઆરી 31, 2019 સુધી લંબાવવામાં આવી. આથી અધિસૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિ યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1)ને કલમ 56 સાથે વાંચતા, તે દ્વારા પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં આથી એમ નિર્દેશ કરે છે કે બેંકને જારી કરવામાં આવેલ તારીખ 30 માર્ચ, 2017 નો નિર્દેશ કે જેની વૈધતા તારીખ જુલાઈ 23, 2018ના નિર્દેશ દ્વારા લંબાવવામાં આવી હતી, તે નિર્દેશ હજી વધુ છ મહિનાની અવધિ માટે એટલે કે તારીખ ફેબ્રુઆરી 01, 2019 થી તારીખ જુલાઈ 31, 2019 સુધી, સમીક્ષાને આધીન, બેંકને લાગૂ રહેશે. સંદર્ભમાં રહેલ નિર્દેશમાં દર્શાવેલ અન્ય નિયમો અને શરતો યથાવત્ રહેશે. જનતાના અવલોકનાર્થે તારીખ જાન્યુઆરી 24, 2019ના નિર્દેશ નંબર ડીસીબીઆર.સીઓ.એઆઈડી.નં. ડી-29/12.22.111/2018-19 ની એક પ્રતિલિપિ બેંકના પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત સુધારો કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંક, બેંકની નાણાકીય સ્થિતિમાં થયેલ મૌલિક સુધારાથી સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1798 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: