<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની ધારા 35(A) અને ધારા 56 મ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની ધારા 35(A) અને ધારા 56 મુજબ મુદત લંબાવવા બાબત હુકમ - ધિ કરાડ જનતા સહકારી બેંક લિ., કરાડ, મહારાષ્ટ્ર
૦૨ નવેમ્બર, ૨૦૧૮ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની ધારા 35(A) અને ધારા 56 મુજબ મુદત લંબાવવા બાબત હુકમ - ધિ કરાડ જનતા સહકારી ધિ કરાડ જનતા સહકારી બેંક લિ., કરાડ, મહારાષ્ટ્ર ને ૦૭ નવેમ્બર ૨૦૧૮ નાં નિર્દેશ નં. DCBS.CO.BSD-I/D-4/12.22.126/2017-18 મુજબ, ૦૯ નવેમ્બર ૨૦૧૭ નાં ઓફિસ સમય બાદ થી છ મહિના માટે નિર્દેશાધીન રાખવામાં આવી હતી. ઉપરોક્ત નિર્દેશની મુદત, ૦૩ મે ૨૦૧૮ ના નિર્દેશ નં. DCBR.CO.AID-/No.D.-4૦/12.22.126/2017-18 થી છ મહિના અર્થાત ૦૯ નવેમ્બર ૨૦૧૮ સુધી વધારવામાં આવી હતી. સામાન્ય જનતાને આથી જાણ કરવામાં આવે છે કે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ ની ધારા 56 અને ધારા 35A અને ઉપધારા (1) અંતર્ગત ૦૭ નવેમ્બર ૨૦૧૮ નાં નિર્દેશ નં. DCBS.CO.BSD-I/D-4/12.22.126/2017-18 મુજબ, નિર્દેશની મુદત, ૦૩ મે ૨૦૧૮ સુધી તથા નિર્દેશ નં. DCBR.CO.AID-/No. D.-4૦/12.22.126/2017-18 થી ૦૯ નવેમ્બર ૨૦૧૮ સુધી વધારવામાં આવી હતી તે મુદત હવે ૧૦ નવેમ્બર ૨૦૧૮ થી ૦૯ માર્ચ ૨૦૧૯ સુધી આગળનાં ચાર મહિના માટે લંબાવવામાં આવેછે. આ નિર્દેશનાં સંદર્ભમાં બાકીની શરતો અને નિયમો માં કોઈ ફેરફાર નથી. ઉપરોક્ત મુદત લંબાવવાના તા. ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ નાં નિર્દેશ DCBR.CO.AID/No. D.-17/12.22.126/2018-19 ની એક કોપી જાહેર જનતાની જાણ સારું બેંક ભવનમાં લગાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત મુદત લંબાવવા અને/ અથવા સુધારાનો એ અર્થ નથી કે ભારતીય રિઝર્વ બેંક, બેંકનાં પ્રવર્તમાન સુધારાથી સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1040 |