<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન)
07 સપ્ટેમ્બર 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે. તારીખ 1 સપ્ટેમ્બર, 2017નાં રોજ જારી કરેલ, સમીક્ષાને આધીન , આદેશાનુસાર તારીખ 0૧ માર્ચ ૨૦૧૭ નાં નિર્દેશો 10 સપ્ટેમ્બર 2017 થી 9 માર્ચ 2018 સુધી આગામી છ મહિના માટે ઉપરોક્ત બેંક પર લાગુ રહેશે. સંદર્ભ હેઠળના નિર્દેશોના અન્ય નિયમો અને શરતો યથાવત રહેશે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/663 |