બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન)
૭ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે. તારીખ 1 સપ્ટેમ્બર, 2017નાં રોજ જારી કરેલ આદેશ અનુસાર 7 મી માર્ચ 2017 ના નિર્દેશો, જે 09 માર્ચ ૨૦૧૭ થી અમલમાં છે તે 10 સપ્ટેમ્બર 2017 થી 9 માર્ચ 2018 સુધી આગામી છ મહિના માટે સમીક્ષા ને આધીન, ઉપરોક્ત બેંક પર લાગુ રહેશે. સંદર્ભ હેઠળના નિર્દેશોનાં અન્ય નિયમો અને શરતો યથાવત રહેશે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/662 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: