<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચ&# - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન)
તારીખ : માર્ચ 8, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન) ને આપેલો તારીખ 07 માર્ચ 2017 નો નિર્દેશ જે 9 માર્ચ 2017 થી અમલમાં હતો તેની મુદત તારીખ 1 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી છ મહિના માટે વધારી ને તારીખ 09 માર્ચ 2018 સુધી કરવામાં આવેલી તેને સમીક્ષા કર્યાબાદ તારીખ 1 માર્ચ 2018 ના ઓર્ડર થી ફરીથી 10 માર્ચ 2018 થી 9 જુલાઈ 2018 સુધી વધુ ચાર મહિના સુધી વધારવામાં આવી છે. આ નિર્દેશ ની અન્ય શરતો અને નિયમો જેમ હતા તેમ જ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2391 |