<font face="mangal" size="3">લોન ની રકમ ની રોકડ માં ચુકવણી</font> - આરબીઆઈ - Reserve Bank of India
લોન ની રકમ ની રોકડ માં ચુકવણી
RBI/2016-17/245 09 માર્ચ 2017 સમગ્ર ગૈર બેંકીંગ નાણાકીય કંપનીઓ (NBFCs) પ્રિય મહોદય/મહોદયા લોન ની રકમ ની રોકડ માં ચુકવણી નોન બેન્કિંગ ફાયનાશ્યલ કંપની –નોન સિસ્ટેમેટીકલી ઈમ્પોરટન્ટ નોન-ડીપોઝીટ ટેકિંગ કંપની (રિઝર્વ બેંક) ડાયરેક્ષન, 2016 તથા નોન બેન્કિંગ ફાયનાશ્યલ કંપની –સિસ્ટેમેટીકલી ઈમ્પોરટન્ટ નોન-ડીપોઝીટ ટેકિંગ કંપની અને ડીપોઝીટ ટેકિંગ કંપની (રિઝર્વ બેંક) ડાયરેક્ષન, 2016 ના ફકરા નંબર 37 (iii)(b) માં જણાવેલી સુચનાઓ પર ધ્યાન દોરવામાં આવે છે. જે જણાવે છે કે સોના ઉપર અપાતી રૃ. 1 લાખ અને તેથી વધુ રકમની લોનની ચુકવણી માત્ર ચેક થી જ કરવામાં આવશે. 2. આવકવેરા ધારા 1961 ની કલમ 269SS અને 269T ના નિયમો નું અવલોકન કરતાં આવકવેરા ધારા 1961માં વખતો વખત કરાતા સુધારા તાત્કાલીક અસરથી બધી NBFC ને લાગુ પડશે. હાલમાં, આવકવેરા ધારા 1961 અંતર્ગત આ બાબતની લઘુતમ મર્યાદા (Threshold) રૃ. 20,000 ની છે. 3. આના ઉપલક્ષ્યમાં ઉપરના માસ્ટર ડાયરેકશન ના ફકરા નંબર 37 (iii)(b) ને રદ ગણીને ઉપરની જોગવાઇઓ, ઉપર દર્શાવેલા માસ્ટર ડાયરેકશન ના અનુક્રમે ફકરા નં. 104 અને 117 માં સમાવવામાં આવેલ છે. ૪. સુધારેલા નોન બેન્કિંગ ફાયનાશ્યલ કંપની –સિસ્ટેમેટીકલી ઈમ્પોરટન્ટ નોન-ડીપોઝીટ ટેકિંગ કંપની અને ડીપોઝીટ ટેકિંગ કંપની (રિઝર્વ બેંક) ડાયરેકશન, 2016 અને નોન બેન્કિંગ ફાયનાશ્યલ કંપની – નોન સિસ્ટેમેટીકલી ઈમ્પોરટન્ટ નોન-ડીપોઝીટ ટેકિંગ કંપની (રિઝર્વ બેંક) ડાયરેકશન, 2016 આ સાથે સામેલ છે. આપનો વિશ્વાસુ (સી.ડી.શ્રીનિવાસન) |