<font face="mangal" size="3">લેટર ઓફ અન્ડરટેકિંગ (LoUs) અને લેટર ઓફ કમ્ફર્ટ (LoCs) મા - આરબીઆઈ - Reserve Bank of India
લેટર ઓફ અન્ડરટેકિંગ (LoUs) અને લેટર ઓફ કમ્ફર્ટ (LoCs) મારફતે વેપાર ધીરણ બંધ થવું
આરબીઆઈ/2017–18/139 માર્ચ 13, 2018 બધા અધિકૃત ડીલર કેટેગરી - ૧ બેંક્સ મહાશય લેટર ઓફ અન્ડરટેકિંગ (LoUs) અને લેટર ઓફ કમ્ફર્ટ (LoCs) મારફતે વેપાર ધીરણ બંધ થવું કેટેગરી - 1 અધિકૃત ડીલર (ઓ. ડી. - કેટેગરી - 1) બેંકોનું ધ્યાન 1 નવેમ્બર 2004 ના પરિપત્ર નંબર 24 ના ફકરા નંબર 2 અને જાન્યુઆરી 1, 2016 ના માસ્ટર ડાયરેક્શન નંબર 5 ના ફકરા નંબર 5.5 તરફ ધ્યાન દોરવામાં આવે છે ‘બાહ્ય વ્યાપારી ઉધાર, વેપાર ધિરાણ, અધિકૃત ડીલરો અને અધિકૃત ડીલરો સિવાયની વ્યક્તિઓ‘ (માસ્ટર ડાયરેક્શન) જેમાં સમય સમય પર સંશોધન કરવામાં આવ્યા છે, જે હેઠળ જેમાં ભારતમાં આયાત કરવા માટે (LoUs) / (LoCs)/ ગેરંટીસ ની પ્રતિનિધિત સત્તાઓ અધિકૃત બેન્કોને આપવામાં આવેલી છે 2. વર્તમાન માર્ગદર્શિકાઓ ની સમીક્ષા કરતા એવું નક્કી કરવામાં આવ્યું છે કે એલ ઓ યુ (LoUs) અને એલ ઓ સી (LoCs) વડે ભારતમાં આયાત કરવા માટે ના વેપાર ધિરાણ ને કેટેગરી - ૧ બેંક્સ માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. લેટર ઓફ ક્રેડિટ અને બેન્ક ગેરંટી વડે ભારત માં આયાત 1 જુલાઈ 2015 ના માસ્ટર સર્ક્યુલર નંબર ડીબીઆર. નંબર. ડીઆઈઆર. બીસી.11/13.03.00/2015-16 ની જોગવાઈઓ ના પાલન સાથે "બાંયધરીઓ/ ગેરંટી અને સહ-સ્વીકાર" જેમાં સમય સમય પર સુધારા થાય છે, જારી કરવાનુ ચાલુ રહેશે 3. અધિકૃત ડીલર કેટેગરી - 1 બેંક્સ આ પરિપત્રના મુદ્દાઓ તેમના ગ્રાહકો અને ઘટકોના ધ્યાન પર લાવે. 4. ઉપર જણાવેલ જાન્યુઆરી 1, 2016 ના માસ્ટર ડાયરેક્શન નંબર 5 ને ફેરફારો પ્રતિબિંબત કરવા માટે સંશોધિત કરવામાં આવશે. આ પરિપત્ર જારી કર્યા તારીખથી ફેરફારો અમલમાં આવશે. 5. આ પરિપત્રમાં જણાવેલી દિશા નિર્દેશો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (1999 નું 42) ના વિભાગો 10 (4) અને 11 (1) હેઠળ જારી કરવામાં આવ્યા છે અને તે કોઈપણ અન્ય કાયદા હેઠળ આવશ્યક પરવાનગીઓ / મંજૂરીઓ, જો કોઈ હોય તો, પૂર્વગ્રહ વગર છે. તમારો વિશ્વાસુ અજય કુમાર મિશ્રા |