<font face="mangal" size="3">વિશેષ કૃષિ ઋણ યોજના (એસએસીપી) પર પત્રકો બંધ કરવ - આરબીઆઈ - Reserve Bank of India
વિશેષ કૃષિ ઋણ યોજના (એસએસીપી) પર પત્રકો બંધ કરવા
ભારિબેં/2015-2016/391 05 મે 2016 અધ્યક્ષ / પ્રબંધ નિર્દેશક મહોદયા / પ્રિય મહોદય, વિશેષ કૃષિ ઋણ યોજના (એસએસીપી) પર પત્રકો બંધ કરવા કૃષિના ઋણ પ્રવાહને વધારવા માટે તેમજ તેની ઉપર દેખરેખ રાખવા માટે સરકારી ક્ષેત્રની બેંકો માટે 1994 માં વિશેષ કૃષિ ઋણ યોજના (Special Agricultural Credit Plan - એસએસીપી) શરૂ કરવામાં આવી અને 2004 માં ખાનગી ક્ષેત્રની બેંકો માટે લાગૂ કરવામાં આવી. એસએસીપીના અંતર્ગત બેંકો માટે એ જરૂરી છે કે તેઓ, પાછલા વર્ષમાં કરવામાં આવેલા વિતરણોમાં લગભગ 25 ટકાની વૃદ્ધિની સાથે, વર્ષ (એપ્રિલ-માર્ચ) દરમિયાન પ્રાપ્ત કરવા માટે સ્વયં-નિર્ધારિત લક્ષ્ય નક્કી કરે. બેંકોએ પ્રતિ વર્ષ માર્ચ અને સપ્ટેમ્બરના અંતમાં રિઝર્વ બેંક (વિસવિવિ) ને તેના અમલની બાબતમાં નોંધાયેલ પ્રગતિની જાણકારી આપતાં અર્ધ-વાર્ષિક પત્રકો પ્રસ્તુત કરવા જરૂરી હતા . 2. અમોને સંબંધિત માહિતી પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને લગતા પત્રકોમાંથી પ્રાપ્ત થતી હોવાથી, એપ્રિલ, 2016 થી ઉપરોક્ત પત્રકો રજુ કરવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . તે મુજબ, બેંકોને જણાવવામાં આવે છે કે નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ, ભારતીય રિઝર્વ બેંકને ઉપર જણાવ્યા અનુસાર વર્ષ 2016-17 માટે અર્ધ-વાર્ષિક પત્રકો પ્રસ્તુત ન કરે. માર્ચ, 2016 પર સમાપ્ત થતા અર્ધ-વાર્ષિક સમયગાળા માટેના ઋણ વિતરણ પત્રકો રિઝર્વ બૅન્ક ને મોકલી આપવા. 3. કૃપા કરીને પ્રાપ્તિ સૂચના આપશો. આપનો વિશ્વાસુ, (જોસ કે. કટ્ટૂર) |