<font face="mangal" size="3">રૂપિયા 100 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટોનું વિશિષ્& - આરબીઆઈ - Reserve Bank of India
રૂપિયા 100 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટોનું વિશિષ્ટ ATMs મારફત વિતરણ
RBI/2016–17/106 તારીખ: 02 નવેમ્બર 2016 ચેરમેન & મેનેજીન્ગ ડાયરેક્ટર પ્રિય મહોદય / મહોદયા, રૂપિયા 100 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટોનું વિશિષ્ટ ATMs મારફત વિતરણ કૃપયા અમારા ચલણીનોટોનું વિતરણ અને વિનિમય ની યોજના (CDES) પરના તારીખ 5 મે 2016 ના પરિપત્ર DCM (CC) G – 10 / 3352 / 03.41.01 / 2015 – 16 નું અવલોકન કરો. 2. નાના મૂલ્યવર્ગ ની બેન્કનોટો નું વિતરણ કરતા ATM લગાવવા માટે બેંકો દ્વારા લેવાયેલ પગલાં ની સમિક્ષા કરવામાં આવી અને જણાયું કે ઘણી ઓછી બેન્કોએ રૂપિયા 100 ના મૂલ્યવર્ગ સહિતની નાના મૂલ્યવર્ગની બેન્કનોટો નું વિતરણ કરતા ATM ની સ્થાપના કરવામાં પહેલ કરી છે. 3. ક્લીન નોટ પોલીસી ના હેતુને ધ્યાનમાં રાખીને અને એ સુનિશ્ચિત કરવા માટે કે જાહેરજનતાના સભ્યોની રૂપિયા 100 ના મૂલ્યવર્ગની બેન્કનોટો ની જરૂરિયાત પૂરી કરવામાં આવે, બેન્કોએ રૂપિયા 100 ની બેન્કનોટો નું વિતરણ એવા ATMs દ્વારા વધારવું જોઈએ કે જે છૂટક વપરાશ માટે બેન્કનોટોના વિતરણ માટે વ્યાપક રૂપે ઉપયોગમાં લેવાતા હોય. 4. તે દિશામાં બેન્કોને પ્રોત્સાહન પૂરૂ પાડવાના આશય થી, એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવાનું નક્કી કરવામાં આવેલ છે કે જેમાં દેશમાં ના 10% ATMs ને માત્ર રૂપિયા 100 ની બેન્કનોટોના વિતરણ માટે ગોઠવવામાં (Calibrate) આવે. તેથી આ વ્યવસ્થાને સરળ બનાવવા, આપને આપના 10% ATMs ને રૂપરેખાંકિત / ગોઠવણી કરવાની સલાહ આપવામાં આવે છે. 5. જરૂરી સંખ્યાના મશીનોને રૂપરેખાંકિત કરવાની (Configuring) પ્રક્રિયા જટીલ / ગૂંચવણભરી નથી. તેથી બેન્કોએ આ પ્રક્રિયા / કાર્યવાહી પરિપત્ર ની તારીખ થી 15 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે અને તેના અનુપાલનનો અહેવાલ આપવાનો રહેશે. આ હેતુ માટે, બેંકો તુલનાત્મક રીતે વધુ સંખ્યામાં કેન્દ્રો / રાજ્યોને આવરી લેતાં નિદેશ સાથેની શાખાઓ પસંદ કરવા મુક્ત છે. આવા ATM ના સ્થાન અંગેનો ડેટા આ સાથે સંલગ્ન પ્રારૂપ માં અમને મોકલવામાં આવે. બે માસ પૂરા થયા બાદ આપ આ પાયલોટ પરનો આપનો ફીડબેક આપી શકો છો. 6. કૃપયા પ્રાપ્તિ સૂચના આપો. આપનો વિશ્વાસુ, (પી. વિજયકુમાર) સંલગ્નક: ઉપર મુજબ રૂપિયા 100 ના મૂલ્યવર્ગની બેન્કનોટોનું વિશિષ્ટ ATMs મારફત વિતરણ બેન્કનું નામ:
(ઈ – મેલ દ્વારા મોકલવાનું) |