<font face="mangal" size="3">10 નવેમ્બર થી 19 ડીસેમ્બર 2016 દરમ્યાન બેંક નોટો નું વ - આરબીઆઈ - Reserve Bank of India
10 નવેમ્બર થી 19 ડીસેમ્બર 2016 દરમ્યાન બેંક નોટો નું વિતરણ
તારીખ: 21 ડીસેમ્બર 2016 10 નવેમ્બર થી 19 ડીસેમ્બર 2016 દરમ્યાન બેંક નોટો નું વિતરણ 08 નવેમ્બર 2016 ની મધ્ય રાત્રી થી રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને બેંકો મારફતે વિવિધ મૂલ્ય વર્ગો માં બેંક નોટો નો પર્યાપ્ત પુરવઠો પૂરો પડવા માટે ની વ્યવસ્થા ગોઠવી હતી. 10 નવેમ્બર 2016 થી 19ડીસેમ્બર 2016 સુધીના સમય ગાળા માં, બેંકો એ રિપોર્ટ કરેલો છે કે રૂ. 592613 કરોડ ની કિંમત ની બેન્ક નોટો કાઉન્ટરો પર અથવા એટીએમ મારફતે જાહેર જનતા ને ઇસ્યુ કરેલી છે. આ સમય માં, રિઝર્વ બેન્કે જાહેર જનતા ને વિતરણ માટે બેંકો અને તેમની શાખાઓને વિવિધ મૂલ્ય વર્ગો ની કુલ 22.6 બીલીયન નોટો ઇસ્યુ કરેલી છે કે જેમાં 20.4. બીલીયન નોટો નાના મૂલ્ય વર્ગો રૂ. 10, 20, 50, અને 100 ની હતી અને 2.2 બીલીયન નોટો રૂ. 2000 અને રૂ. 500 ના ઉચ્ચતર મૂલ્ય વર્ગો ની હતી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન:2016-2017/1602 |