<font face="mangal" size="3px">ડૉ. અમાર્ત્ય લાહિરી, સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઇ& - આરબીઆઈ - Reserve Bank of India
ડૉ. અમાર્ત્ય લાહિરી, સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ રિસર્ચ એન્ડ લર્નિંગ (સીએફઆરએએલ) ના ડિરેક્ટર તરીકે જોડાયા
સપ્ટેમ્બર 04, 2017 ડૉ. અમાર્ત્ય લાહિરી, સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ રિસર્ચ એન્ડ લર્નિંગ (સીએફઆરએએલ) 1 સપ્ટેમ્બર, 2017 થી ડૉ. અમાર્ત્ય લાહિરી CAFRAL ના ડિરેક્ટર તરીકે જોડાયા છે. આ અગાઉ તેઓ રોયલ બેન્ક ખાતે ફેકલ્ટી રિસર્ચ પ્રોફેસર અને વેન્કુવર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા ખાતે ગ્રેજ્યુએટ સ્ટડીઝના ડિરેક્ટર હતા. ડૉ. લાહિરી એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન રિસર્ચમાં ઇન્ડિયન રિસર્ચની ‘જોહલ’ ચેર પર પણ હતા. યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલમ્બિયામાં જોડાયા તે પહેલાં તેઓ ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્ક, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એંજલસ અને જોહન હોપકિન્સ યુનિવર્સિટીમાં સંશોધક ના પદ પર હતા. ડૉ. અમાર્ત્ય ની વિશેષ નિપૂણતા ના (specialisation) ક્ષેત્રો આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર અને મેક્રોઇકોનોમિક્સ છે. તેમણે વિનિમય દર સંચાલન (મેનેજમેન્ટ), નાણાંકીય નીતિ, ચુકવણી કટોકટીનું સંતુલન (balance of payment) અને આર્થિક વૃદ્ધિ જેવા વિષયો પર વ્યાપકપણે લખ્યું છે. તેમનું તાજેતરનું સંશોધન નાણાંકીય અર્થશાસ્ત્ર તેમજ લિંગ-ગત અસમાનતા, જાતિઓ વચ્ચે ની અસમાનતા અને શ્રમ ગતિશીલતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડો. આમાર્ત્યનું કામ ટોચના અર્થશાસ્ત્રના સામયિકો જેવા કે જર્નલ ઓફ પોલિટિકલ ઇકોનોમી, જર્નલ ઓફ ઇકોનોમિક થિયરી, જર્નલ ઓફ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, જર્નલ ઑફ મોનેટરી ઇકોનોમિક્સ, યુરોપીયન ઇકોનોમિક રીવ્યુ તેમજ વિશ્વ બેંકના નીતિ લક્ષી પ્રકાશનો, બ્રુકિંગ્સ સંસ્થા અને નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રીસર્ચ માં પ્રકાશિત થયેલ છે. ડૉ. અમાર્ત્ય, એ તેમના સંશોધન અને શિક્ષણક્ષેત્રે યોગદાન માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ નો 'ફેકલ્ટી કારકિર્દી વિકાસ (કેરિયર ડેવલપમેન્ટ) એવોર્ડ' અને 'ડિપાર્ટમેન્ટલ ડિસ્ટિશ્ડ ટીચિંગ એવોર્ડ' મેળવેલ છે. ડૉ. અમાર્ત્ય અમેરિકન ઇકોનોમિક એસોસિયેશન એન્ડ ઇકોનોમેટ્રિક સોસાયટી ના સભ્ય છે; તેઓ યુરોપીયન ઇકોનોમિક રિવ્યૂ અને જર્નલ ઓફ ઈટરનેશનલ ઇકોનીમિક્સ ના સહયોગી સંપાદક પણ છે. ડૉ. અમાર્ત્ય લાહિરી એ કોલેજ પાર્ક, મેરીલેન્ડ યુનિવર્સિટી માંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું છે. તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી અર્થશાસ્ત્રમાં, અનુસ્નાતક (માસ્ટર ઓફ આર્ટ્સ) અને સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હી માંથી સ્નાતક (બી.એ.) ની પદવીઓ પ્રાપ્ત કરી છે. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/626 |