<font face="mangal" size="3">ડૉ. બાબાસાહેબ આંબેડકર અર્બન કો-ઓપરેટીવ બેંક લ - આરબીઆઈ - Reserve Bank of India
ડૉ. બાબાસાહેબ આંબેડકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર-દંડ લગાવવામાં આવ્યો
તારીખ: 26 સપ્ટેમ્બર 2018 ડૉ. બાબાસાહેબ આંબેડકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ,નાગપુર પર ₹ 3.00 (રૂપિયા ત્રણ લાખ)નો નાણાંકીય દંડ લગાવેલ છે. આ દંડ “પ્રોહીબીશન ઓફ બેન્કસ ગ્રાન્ટીન્ગ એની લોન્સ એન્ડ એડવાન્સીઝ ટુ ઇટ્સ ડાયરેક્ટર્સ” ને લગતી બીઆર એક્ટ (એએસીએસ) (કલમ-20)ની જોગવાઈઓ તથા આરબીઆઈએ જારી કરેલ ઓપરેશનલ ઈનસ્ટ્રકશન્સના ઉલ્લંઘન, કેવાયસી/એએમએલ માર્ગદર્શિકાઓના બિનઅનુપાલન, માઈગ્રેશન ઓડીટ નહી કરાવવું અને ઇન્સ્પેકશન રીપોર્ટ 2017નું સંતોષકારક અનુપાલન નહી પ્રસ્તુત કરવા બદલ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને બે કારણદર્શી નોટીસો આપેલી હતી, જેના જવાબમાં બેંકે એક કારણદર્શી નોટીસ પર તેનો પ્રત્યુત્તર પ્રસ્તુત કર્યો હતો. કેસ ના તથ્યો અને આ બાબત અંગે બેંકના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉપરોક્ત ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/710 |