<font face="mangal" size="3">ડૉ. વિરલ વી. આચાર્ય ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્ય - આરબીઆઈ - Reserve Bank of India
78490362
પ્રકાશિત તારીખ ડિસેમ્બર 28, 2016
ડૉ. વિરલ વી. આચાર્ય ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા
તારીખ: 28 ડીસેમ્બર 2016 ડૉ. વિરલ વી. આચાર્ય ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા કેન્દ્ર સરકારે તારીખ 28 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન F No. 7/1/2012-BO-I (Pt.) દ્વારા ડૉ. વિરલ વી. આચાર્ય, કે જે વર્તમાનમાં સી.વી. સ્ટાર પ્રોફેસર ઓફ ઇકોનોમિકસ, ડીપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ, ન્યૂયોર્ક યુનિવર્સીટી- સ્ટેમ સ્કૂલ ઓફ બીઝનેસ, (સંક્ષિપ્ત વિવરણ સામેલ છે), ની ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે તેમના દ્વારા કાર્યભાર સંભાળવાની તારીખ થી ત્રણ વર્ષ ની મુદત માટે નિમણુંક કરી. ડૉ. આચાર્ય 20 જાન્યુઆરી 2017 ના રોજ જોડાશે. ડેપ્યુટી ગવર્નર તરીકે, ડૉ. આચાર્ય મોનીટરી પોલીસી અને રીસર્ચ ક્લસ્ટર સંભાળશે. જોસ જે. કત્તુર પ્રેસ પ્રકાશન: 2016-2017/1685 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?