<font face="mangal" size="3">દુર્ગા કો -ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવા&# - આરબીઆઈ - Reserve Bank of India
દુર્ગા કો -ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર દંડ લાદવામાં આવ્યો.
22 સપ્ટેમ્બર 2017 દુર્ગા કો -ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે દુર્ગા કો- ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર રૂ.૫.00,000 /- (રૂપિયા પાંચ લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકને “કારણ દર્શાવો નોટિસ” જારી કરી હતી, જેના પ્રતિભાવમાં બેંકે લેખિત જવાબ આપ્યો હતો. કેસની હકીકતો પર વિચારણા કર્યા પછી, બેન્કના એ અંગેના જવાબ અને વ્યક્તિગત સુનાવણી પછી રિઝર્વ બૅન્ક એ નિષ્કર્ષ પર આવી કે ઉલ્લંઘન સિદ્ધ થાય છે અને નાણાકીય દંડ લાદવાની જરૂર છે. અજિત પ્રસાદ પ્રેસ્ પ્રકાશન: 2017-2018/814 |